તમે હાઈવે પર જતા હોય અને ‘સ્વરૂપવાન – નખરાળી’ યુવતીઓ જોવો તો ચેતજો, અહીંથી ઝડપાઈ 9 યુવતીઓની ટોળકી

તમે માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હો અને સુંદર વસ્ત્રો પહેરેલી યુવતીઓની ટોળકી મળે તો ચેતી જજો. કારણ કે, હાલ સાબરકાંઠામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠામાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી ઝડપાઈ છે. યુવતીઓની ટોળકીમાં સ્વરૂપવાન અને જાણે વિદેશી મહિલાઓ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જ્યારે આ યુવતીઓની ટોળકી ઝડપાઈ ત્યારે યુવતીઓ જાણે ડરેલી હોય તેવું દેખાઈ રહ્યું હતું. સાબરકાંઠાના રોડ પર આ નવ યુવતીઓની ટોળકી ફરતી હતી. ત્યારે ગ્રામજનોને થોડું અજગ્તું લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. સાબરકાંઠાના પ્રાંતિજના અંબાવાડા નજીકથી આ યુવતીઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામને પ્રાંતિજ પોલીસ મથક લવાઈ છે. હાલ પોલીસ દ્વારા યુવતીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના પ્રાંતિજના અંબાવાડા પાસે નવ યુવતીઓની ટોળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નવ યુવતીઓ જાણે વિદેશી યુવતીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે, તે ખુબ જ ડરેલી છે. રોડ પર યુવતીની ટોળકી જોઈ ગ્રામજનોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ યુવતીઓને પોતાની કસ્ટડીમાં લીધી હતી. યુવતીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો. ગ્રામજનોએ યુવતીઓની ટોળકીને રામપુરા ચાર રસ્તે ફતેપુરા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનને સોંપી હતી.

આઉટ પોસ્ટ પોલીસે નવ યુવતીઓને પ્રાંતિજ પોલીસને સોંપી હતી. પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ નવે યુવતીઓની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. આ યુવતીઓ શું કરતી હતી? અને શા માટે આવી તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ટોળકી શું આવતા જતા લોકોને રોડ પર ફસાવી લૂંટ કરવાનો ઈરાદો હતો કે શું? પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છમાં પણ રૂપિયા પડાવતી યુવતીઓની એક ટોળકી ઉતરી આવી હતી. ગાંધીધામ, ભુજ સહિત પટેલ ચોવીસીના ગામડાઓમાં પણ આ યુવતીઓની ટોળકી સક્રિય બની હતી. ભુજ તાલુકાના નારાણપર ગામમાં તો જાગૃત લોકોએ આ ટોળકીની કેટલીક યુવતીઓને પકડી પણ લીધી હતી. અને પંચાયતને હવાલે કરી દીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો