મજૂરોની દુર્દશાની વાસ્તવિક તસવીર: ‘સા’બ તીસરે લૉકડાઉનને કમર તોડ દી હૈ હમકો ખાને કે વાંધે હૈ, કિરાયા કહાં સે દેંગે’

યુ.પી. કે લીયે બસ ઔર ટ્રેન દોનો શરૂ હો ગઇ હૈ તો ફીર ક્યું પૈદલ જા રહે હો? પુછાયેલા સવાલનો યુવાને રોષ સાથે જવાબ આપ્યો હતો. સાહબ તીસરે લૉકડાઉનને હમારી કમર તોડ દી હૈ, ૪૫ દિન સે હમ એક વક્ત ચાવલ કે લીયે દો ઘંટે લાઇનમાં ખડે રહેતે હૈ, હમારે પાસ જો પૈસા થા વો સબ ખત્મ હો ચૂકા હૈ, અબ ન તો ભીખ કે લીયે ખડે રહે સકતે હૈ નહિ ટ્રેન યા બસ કે લીયે, જેબ મેં પૈસે નહીં હૈ, પૈદલ જાને કે લીયે હમારે પાસ કોઇ રાસ્તા નહિ હૈ, ચાહે હમારે પૈર છીલ જાયે!

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બારડોલીના એના ગામ નજીકથી મોડીરાતે પસાર થતાં ૨૯ પરપ્રાંતીઓને સ્થાનિક યુવકોએ રોકી પ્રવાસ અંગે પૂછપછ કરી હતી. સચિન રામેશ્વર અને બરફ ફેક્ટરી તરીકે જાણીતા વિસ્તારમાંથી પગપાળા ઉત્તરપ્રદેશના કૌસાંબી અને બાંદા જવાને ઇરાદે નીકળેલા આ યુવકોની વાત હૈયુ હચમચાવનારી હતી. પગમાં છાલા છતાં હજાર અગિયારસો કિલોમીટર ચાલી નાંખીશુ એવી વાત કરનારા કામદારોને ભૂખ અને થાકથી લોથપોથ થઇ ગયા હોય તેમને એના ગામમાં રોકી લેવાયા હતાં.

ગામના સામાજિક આગેવાન અને પરિમલ પટેલ તેમની મદદે આવ્યા હતા. રાત્રે તેમને જમાડીને આરામ કરાવ્યો હતો. આ યુવકોને ચાલતાં જવા દેવાય એમ ન હોવાથી તેઓએ સુરતમાં સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીનો સંપર્ક સાધ્યો હતો. યુવાનોની કફોડી સ્થિતિ અંગે વાત કરાઇ હતી.

સંઘવીએ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાનો સંપર્ક કરી યુવકો માટે વ્યવસ્થા ઉભી કરી હતી. બુધવારે બપોરે તેમને સુરત લાવવામાં આવ્યા હતા. અહીં મેડિકલ ચેકઅપ કર્યા બાદ ટિકીટની વ્યવસ્થા કરી તેમને રાત્રેે ટ્રેન મારફત તેમના વતન મોકલવામાં આવ્યા હતા.

આ મજૂરોએ જે વ્યથા કહી હતી તે શહેરમાં છેલ્લા ૪૫ દિવસથી ફસાયેલા લાખો મજૂરોની દુર્દશાની વાસ્તવિકતા રજૂ કરી હતી. આ યુવાનોએ જણાવ્યું હતું કે તેઓ લોકડાઉનમાં સમયથી સચિનની ચાલીઓમાં ફસાઇ રહ્યા હતા. શરૂઆતમાં માત્ર ૨૧ દિવસનું લોકડાઉન હતું. તેટલા દિવસ ખેંચી શકાય તેટલા રૂપિયા હોઇ કોઇને પાસે હાથ લંબાવ્યો ન હતો અને ઘર ચલાવ્યું હતું, પરંતુ એક પછી બીજું અને હવે ત્રીજું લોકડાઉન આવ્યું.

ચોથા તબક્કાનું પણ લોકડાઉન વધી શકે તેમ છે. જે બચત હતી પૂરી થઇ ગઇ. મકાનનું ભાડું ચઢી રહ્યું હતું અને પેટનો ખાડો પૂરવા માટે અમે રોજ બે કલાક લાઇનમાં ઊભા રહેતા હતા. સાહેબ અમે મજૂરનું થોડીક ખીચડીથી પેટ થોડું ભરાય!

પહેલી તારીખે બસ સેવા શરૂ થયાની જાહેરાત થઇ, ફોર્મ પણ લાવ્યા, પરંતુ રૂપિયા નહિ હોઇ ભરી શક્યા નહિ. હવે ટ્રેન શરૂ થઇ પરંતુ ૨૯ માણસોનું ભાડું નીકળી શકે તેટલા પૈસા જ નહિ થઇ શક્યા છેવટે પગપાળા જવા સિવાય કોઇ રસ્તો નહિ રહ્યો, ઉનાળાની ગરમીએ પગમાં છોલી નાંખતા રસ્તા વચ્ચે રોકાઇ જવું પડયું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો