બાઈક પર ખોળામાં બેઠેલું બાળક પણ ત્રણ સીટ ગણાશે, ટ્રાફિક પોલીસ ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે

બાઈક પર દંપતી જો ખોળામાં બાળકને બેસાડીને જતું હોય તો તેમણે સાવધાન રહેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ બાળકને પણ ત્રણ સવારી માનીને ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે. જૂના મોટર વાહનના કાયદામાં પણ બાળકને ત્રીજી સવારી માનવામાં આવતું હતું. પરંતુ હવે દંડ અને કડકાઈને કારણે લોકોમાં એક પ્રકારે ગભરાટ ફેલાઈ ગયો છે.

બાઈક પર દંપતી જો ખોળામાં બાળકને બેસાડીને જતું હોય તો તેમને મેમો મળી શકે, લાઈસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે..

નવા મોટર વાહન કાયદામાં બાઈક પર બેથી વધુ સવારને ઓવરલોડ ગણવામાં આવશે. તેમાં બાળકને કોઈ છૂટ અપાયાનો ઉલ્લેખ નથી. મંત્રાલયે આ સમસ્યાનો ઊકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે પણ તેની કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. ભલે બાઈક ઉત્પાદકે બાઈકને 200થી 300 કિલો વજન અનુસાર ડીઝાઈન કરી હોય અને તેના પર બેથી વધુ બેસી શકતા હોય છતાં પણ તેને ઓવરલોડ ગણવામાં આવશે.

દેશમાં 21 કરોડ વાહનોમાં 14 કરોડથી વધુ દ્વિચક્રી વાહનો

  • 7 કરોડથી વધુ વાહન 4 પૈડાંનાં
  • બાઈકચાલકની સંખ્યા 14 કરોડથી વધુ
  • પહેલાં બાઈક ઓવરલોડનો દંડ 100 હતો હવે 2000
  • લાઈસન્સ સસ્પેન્ડની પણ જોગવાઈ.

મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો

1 – નવા બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર, દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો.

2 – કોઈ ઈમરજન્સી વાહનને રસ્તો નહીં આપવા પર પહેલી વખત 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

3 – મોબાઈલ ફોન પર વાત કરતા ગાડી ચલાવવા પર દંડ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

4 – હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્ત કરવાની જોગવાઈ છે. હાલમાં હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર માત્ર 100 રૂપિયાની જોગવાઈ છે.

5 – રેસ ડ્રાઈવિંગ કરવા પર દંડ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.

6 – લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર દંડ 500 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો