સરકારે રોકડની લેવડ-દેવડ માટે બનાવ્યાં છે નિયમ, જો તેની અવગણના કરશો તો તમારે ચુકવવો પડી શકે છે મોટો દંડ.

73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું બોર્ડ લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર. હું ઇચ્છું છું કે હવે તમે એવું બોર્ડ લગાવો કે ડિજિટલ પેમેન્ટને હા, રોકડને ના. નોંધનીય છે કે દેશમાં રોકડની લેવડ-દેવડ માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારે આ માટે નિયમો બનાવ્યાં છે, જો તેની અવગણના કરશો તો તમારે મોટો દંડ ચુકવવો પડી શકે છે. તો જાણો રોકડ લેવડ-દેવડને લઈને નિયમો :

1) ઘરમાં રોકડ રાખવાની મર્યાદા : ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘરમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા નથી. પરંતુ ઘરમાં રાખેલી રોકડ ક્યાંથી આવી તે જણાવવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ રકમ ક્યાંથી આવી તે જણાવવામાં નિષ્ફળ રહે છે તો 137% સુધી પેનલ્ટી લાગી શકે છે.

2) બેકમાંથી રોકડ કાઢવાની અને જમા કરવાનો નિયમ : ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે બેંક ખાતાઓમાંથી રોકડ કાઢવા પર હાલ કોઈ ટેક્સ નથી. જોકે, 5મી જુલાઈ, 2019ના રોજ રજૂ થયેલા બજેટમાં રોકડ કાઢવા પર ટેક્સને લઈને અમુક જાહેરાતો કરવામાં આવી હતી. જે પ્રમાણે વર્ષમાં એક કરોડથી વધારેની રોકડ કાઢવા પર બે ટકા TDS ચુકવવો પડશે. બેંકમાં રકમ જમા કરવાને લઈને કોઈ નિયમ નથી. પરંતુ જમા કરવામાં આવતી રકમને લઈને નિયમ છે. બચત ખાતામાં 50 હજારથી વધારે રોકડ જમા કરાવવા પર PAN કાર્ડ માંગવામાં આવે છે. જ્યારે વર્ષમાં 10 લાખથી વધારે રકમ જમા થાય તો આવા તમામ નામ એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં જશે. જ્યારે ચાલુ ખાતામાં આ મર્યાદા 50 લાખ છે.

3) પ્રૉપર્ટી વેચવા પર રોકડ મળે તો : ટેક્સ નિષ્ણાતોના કહેવા પર સંપત્તિ વેચવા પર રોકડની મર્યાદી નક્કી છે. હવે તમે ફક્ત રૂ. 20 હજારની રોકડમાં લેવડ-દેવડ કરી શકો છો. 20 હજારથી વધારે રોકડની લેવડ-દેવડ પર 100 પેનલ્ટી લાગશે.

4) રોકડમાં ચુકવણી કરવાને લઈને નિયમ : અંગત તેમજ વ્યવસાયિક ખર્ચ માટે નિયમ બનેલા છે. જે પ્રમાણે તમે અંગત ખર્ચ પેટે રૂ. બે લાખની ચુકવણી રોકડથી કરી શકો છે. જ્યારે વેપારી હેતુ માટે આ મર્યાદા રૂ.10 હજાર છે.

5) લગ્ન માટે ખર્ચનો નિયમ : ટેક્સ નિષ્ણાત ગૌરી ચઢ્ઢા કહે છે કે લગ્નમાં ખર્ચ કરવાને લઈને કોઈ મર્યાદા નથી. જોકે, લગ્નમાં રોકડના ઉપયોગને લઈને નિયમ છે. એક વ્યક્તિ પાસેથી રૂ. 2 લાખથી વધુની ખરીદી કરશો તો એવામાં તમારું નામ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જશે. આવા કેસમાં વિભાગ તમને આવકનો સોર્સ પૂછી શકે છે. જો તમે સોર્સ બતાવવામાં નિષ્ફળ રહેશો તો 78% ટેક્સ અને વ્યાજ લાગશે.

6) ભેટ આપવાના નિયમ : ગૌરી કહે છે કે રોકડમાં ભેટ આપવાની એક મર્યાદા નક્કી છે. બે લાખ રૂપિયાથી ઓછી રોકડ તમે ગિફ્ટમાં આપી શકો છે. બે લાખથી વધારે રોકડ ગિફ્ટ પર 100 ટકા પેનલ્ટી લાગશે. બે લાખની છૂટ ફક્ત સંબંધીઓ માટે છે. સંબંધીઓ સિવાય અન્ય કોઈને રોકડ ગિફ્ટ આપવાના કેસમાં રૂ. 50 હજારથી વધારે રકમ પર ટેક્સ ચુકવવો પડશે.

7) રોકડમાં લોન લેવાનો નિયમ : જો કોઈ વ્યક્તિ તમને લોનની રકમ સીધા તમારા બેંક ખાતામાં મોકલે છે તો તેની મર્યાદા રૂ. 20 હજાર છે. 20 હજારથી વધારેની રોકડ લોન પર 100 ટકા પેનલ્ટી લાગશે.

8) રોકડમાં દાન આપવાનો નિયમ : રોકડમાં દાન આપવા માટે રૂ. 2000ની મર્યાદા નક્કી છે. રૂ. 2000થી વધારે રોકડ દાન કરશો તો 80Gમાં છૂટ નહીં મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો