સેલ્સમેને કપડા જોઈને કાર ખરીદવા આવેલા ખેડૂતનું કર્યું અપમાન, અડધો કલાકમાં ખેડૂત 10 લાખ રુપિયા રોકડા લઈ આવ્યો

કર્ણાટકના તુમકુરમાં એક ખેડૂત પોતાના મિત્રોની સાથે કારના શોરૂમમાં પહોંચ્યો. તે પોતાના માટે ડ્રીમ કાર ખરીદવા ગયો હતો. પરંતુ, કથિતરીતે તેના કપડાં જોઈને સેલ્મેને તેને અપમાનિત કરીને કાઢી મુક્યો. ત્યારબાદ, ખેડૂતે જે કર્યું તેને જોઈને સેલ્મનેનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તમે પણ જાણી લો શું છે આખો મામલો.

રિપોર્ટ અનુસાર, આ ઘટના કર્ણાટકની છે. જ્યાં કેમ્પોગોડા આરએલ નામનો એક ખેડૂત મહિન્દ્રાના શોરૂમમાં એક SUV ખરીદવા માટે ગયો હતો. કેમ્પેગોડા વ્યવસાયે સોપારીનો ખેડૂત છે. આરોપ છે કે, જ્યારે તેણે ત્યાં હાજર સેલ્સમેનને ગાડીના રેટને લઈને પૂછપરછ કરી તો વેશભૂષા જોઈને એક સેલ્સમેને તેની મજાક ઉડાવી. કેમ્પોગોડાએ દાવો કર્યો કે, સેલ્સમેને તો તેને એવુ પણ કહી દીધુ કે, તેના ખિસ્સામાં 10 લાખ તો છોડો 10 રૂપિયા પણ નહીં હશે. ત્યારબાદ સેલ્સમેને ખેડૂતને કહ્યું કે, જો તે 30 મિનિટની અંદર 10 લાખ રૂપિયા કેશ લઈને આવે તો તે તેને આજે જ ગાડીની ડિલીવરી આપી દેશે.

આ સાંભળીને કેમ્પેગોડા તરત ત્યાંથી નીકળ્યો અને થોડી જ વારમાં 10 લાખ રૂપિયા ભેગા કરીને SUVની ડિલીવરી લેવા શોરૂમ પર પહોંચી ગયો. આ જોઈને ત્યાં હાજર તમામ લોકો દંગ રહી ગયા. પરંતુ, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સેલ્સ ટીમે કેમ્પેગોડાને જણાવ્યું કે ગાડીની ડિલીવરી માટે તેમને ઓછામાં ઓછાં 2-3 દિવસનો સમય જોઈશે.

આ ઘટના ગત શુક્રવારની છે. તે દિવસે કારની ડિલીવરી ના થઈ શકી. ત્યારબાદ સેલ્સ ટીમે શનિવાર અને રવિવારે પણ સરકારી રજાનો હવાલો આપીને ડિલીવરી ના કરી શકવાની વાત કહી. તેનાથી કેમ્પેગોડા અને તેના મિત્રો નારાજ થઈ ગયા અને પોલીસને બોલાવી લીધી અને ગાડી લીધા વિના શોરૂમ છોડવાનો ઈન્કાર કરી દીધો. કેમ્પેગોડાએ શોરૂમની સામે ધરણા કરવાની ચીમકી પણ આપી દીધી. જોકે, બાદમાં પોલીસના સમજાવવા પર અને સેલ્સમેન દ્વારા માફી માંગ્યા બાદ ખેડૂત કેમ્પેગોડા પોતાના ઘરે ચાલ્યો ગયો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો