ખરાબ હવામાન વચ્ચે સેનાના જવાનો મદદે આવ્યા: કાશ્મીરમાં બરફ વર્ષાથી માર્ગો બંધ થતાં સેનાના જવાનો ગર્ભવતી મહિલાને ખાટ પર રાખી બે કિમી બરફમાં ચાલ્યા

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બન્ને રાજ્યના અનેક જીલ્લામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળી પણ ઠપ્પ થઈ ગઈ છે.

આ માહોલમાં જમ્મુ-કાશ્મીરના આતંકવાદથીગ્રસ્ત કુપવાડામાં એક સારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાની ડિલીવરી થવાની હતી. બરફને લીધે તમામ માર્ગો બંધ હતા. આજુબાજુના વિસ્તારોમાં કોઈ ડોક્ટર કે હોસ્પિટલની વ્યવસ્થા પણ ન હતી.

આ સંજોગોમાં સેનાના જવાનો મદદ માટે પહોંચ્યા હતા. તેઓ મહિલાને ખાટ પર લાવ્યા હતા અને ઘુટણો સુધી જામી ગયેલા બરફમાં આશરે બે કિલોમીટર ચાલી મેઈન રોડ સુધી પહોંચ્યા હતા. જ્યાં મહિલાએ એક દિકરાને જન્મ આપ્યો હતો. આ ઘટના પાંચ જાન્યુઆરીની છે.

હિમ વર્ષમાં જિંદગી અટકી પડી, સેંકડો પર્યટકો ફસાયા

આશરે દસ ઈંચ બરફ વર્ષા બાદ કાશ્મીર ઘાટીમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ હતું. 3 જાન્યુઆરીથી શ્રીનગર જતી તમામ ફ્લાઈટને રદ્દ કરી દીધી છે. 300 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રાફિક બંધ છે. જામમાં 6000 લોડેડ ટ્રક અને યાત્રી વાહનો ફસાઈ ગયા છે.

હજારો પર્યટકો પહલગામ, ગુલમર્ગ, શ્રીનગરમાં ફસાઈ ગયા છે. હિમવર્ષા બાદ ઉત્તર-દક્ષિણ જીલ્લામાં પાવર લાઈન બ્રેકડાઉન થતા વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો