જોધપુરથી અમદાવાદ જઈ રહેલી કાર પર પડ્યું માર્બલથી ભરેલ કન્ટેનર, કારમાં જ દબાઈ જવાથી 4 લોકોના મોત

રાજસ્થાનના પાલી (Pali)જિલ્લામાં શુક્રવારે એક ભીષણ અકસ્માતમાં (Road Accident)4 લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચાલુ કાર ઉપર માર્બલથી ભરેલ કન્ટેનર પડવાથી તેમાં સવાર 4 લોકોના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં સવાર રહેલા લોકો જોધપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા.

પોલીસ અધિક્ષક કાલૂરામ રાવતના જણાવ્યા પ્રમાણે, ઘટના બાલરાઈ ગામ પાસે ઘટી હતી. જોધપુરથી 4 લોકો કારમાં અમદાવાદ જતા હતા. એ જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. એમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યાં હતાં. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રકચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જોઈ હતી અને ઉતાવળમાં સંતુલન ગુમાવી દીધું હતું. જેથી ટ્રક પર લોડ બંને કન્ટેનર ઉંધા પડી ગયાં હતાં, એમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું. જેમાં 4 લોકોનો દબાઈ જવાથી મોત થયા હતા.

મૃતકોની ઓળખ ઝાલોરના ટ્રેઝરી અધિકારી મનોજ શર્મા, જોધપુરના અશ્વિની કુમાર દવે, તેમની પત્ની રશ્મી દેવી અને જોધપુરના બુધારામ પ્રજાપતના રૂપમાં થઈ છે.

આ ઘટનામાં ટ્રેલર ચાલકની લાપરવાહી પણ જવાબદાર છે. કારણ કે તેણે ટ્રેલર પર રાખેલા કન્ટેનરને કોઈ પ્રકારથી બાંધ્યા ન હતા. જેથી આ ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો