કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝને ઠાર મરાયાની ઇનસાઇડ સ્ટોરી
કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝ નાયકૂ પુલવામામાં સુરક્ષાદળોની સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આતંકવાદી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકવાદી હતો. લાંબા સમયથી સેના તેની શોધમાં હતી. રિયાઝ નાયકૂ ઘણો જ ચાલાક આતંકવાદી હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના ઘરે આવવા-જવા માટે સુરંગો બનાવી હતી. આ વાતની જાણ ગણ્યા-ગાંઠ્યા લોકોને હતી કારણ કે તે કોઈના પર ભરોસો નહોતો કરતો. સેનાએ એ ઘર વિસ્ફોટકથી ઉડાવી દીધું અને જે સુરંગ તેણે જીવ બચાવવા માટે ખોદી હતી તે જ તેની કબર બની ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
5 કલાક સુધી સેનાએ કરી ઓળખ
રિયાઝનાં માર્યા ગયા બાદ પણ સેના સંપૂર્ણ ખાતરી કરવા ઇચ્છતી હતી, આ કારણે 5 કલાક તેની ઓળખ કરવા માટે લગાવવામાં આવ્યા. સૌથી પહેલા તેના શરીરનાં નિશાનને જોવામાં આવ્યા, ત્યારબાદ પોલીસે, પછી સીઆરપીએફે, પછી સેનાએ, ત્યારબાદ આઈબી અને અંતમાં સ્થાનિક લોકો પાસે તેની ઓળખ કરાવવામાં આવી. ત્યારબાદ રિયાઝનાં માર્યા ગયાની સૂચના બહાર આવી.
4 કલાક ચાલી અથડામણ
સવારે 2 વાગ્યે એરિયાની ઘેરાબંધી કરવામાં આવી અને આસપાસનાં ઘરોથી તમામ સિવિલિયન્સને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા. કોઈ સિવિલિયન આમાં ઘાયલ નથી થયું. આતંકવાદીઓ સાથે અથડામણ સવારે 9.30 વાગ્યે શરુ થઈ. 4 કલાક સુધી સતત ફાયર ફાઇટ બાદ રિયાઝ નાયકૂ માર્યો ગયો. બેગપોરોમાં નાયકૂનાં સાથે વધુ એક આતંકવાદી હતો તેને પણ સુરક્ષાદળોએ મારી પાડ્યો. તેમની પાસેથી 2 AK-47 અને દારૂગોળો મળ્યો.
ઘર સુધી બનાવી હતી સુરંગ
સેનાએ મકાનને મંગળવારનાં જ ઘેરી લીધું હતુ, પરંતુ કોઈ ફાયરિંગ નહોતુ થયું. સેનાને તેના ભાગી જવાનો શક થયો. કેટલાક ઇન્ટેલિજન્સનાં લોકોએ તેના મકાનમાં બનેલી સુરંગોનાં રસ્તે તે ભાગ્યો હોવાની વાત કહી તો સેનાએ જેસીબી મંગાવી. વિસ્તારની આસપાસનાં ખેતરો અને રેલવે ટ્રેકને જેસીબીથી ખોદવામાં આવ્યા. અહીં જમીનની અંદર સુરંગો શોધવામાં આવી. મોડી રાત્રે સેનાએ સર્ચ ઑપરેશન રોકી દીધું, પરંતુ વિસ્તારમાંથી ઘેરાબંધી હટાવી નહીં. જ્યારે નાયકૂને અહેસાસ થયો કે તે બચીને નહીં ભાગી શકે તો તેણે સવારે નવ વાગ્યે ફાયરિંગ શરુ કરી દીધી.
પરિવારને મળવા માટે આવ્યો હતો નાયકૂ
ફાયરિંગ બાદ સેનાએ પણ વળતો જવાબ આપ્યો અને પછી એન્કાઉન્ટર શરુ થઈ ગયું. આખરે બપોરે નાયકૂ માર્યો ગયો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે થોડીકવાર બાદ ઓવૈસ હિઝ્બી પણ ઢેર થયો. મંગળવારનાં સુરક્ષાદળોને ઇનપુટ મળ્યા હતા કે રિયાઝ નાયકૂ બેગપોરા આવી રહ્યો છે, જે તેનું જ ગામ છે. અહીં તે પોતોના પરિવારને મળવા આવી રહ્યો હતો અને ગામમાં જ પોતાના અડ્ડા પર છુપાયો હતો. નાયકૂ પોતાની માતાનાં ખબર-અંતર પુછવા આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

