વડોદરામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ રિક્ષા ચાલકને 5 હજારનો દંડ, યુવાને રસ્તા પર બેસીને કર્યો હોબાળો

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા ઓટો રીક્ષા ચાલકને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 5 હજાર રૂપિયાનો મેમો આપતા અને રીક્ષા ડીટેઇન કરતા ઓટો રિક્ષા ચાલક કાલાઘોડા પાસે રોડ ઉપર બેસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો. રિક્ષા ચાલકે પોલીસે માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઓટો રીક્ષા ચાલકે વાહનોથી ધમધમતા રોડ ઉપર બેસી જઇ કરેલા વિરોધના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો.

દંડ ન હોવાથી પોલીસે માર માર્યો રિક્ષા ચાલકનો હોવાનો આક્ષેપ

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે રહેતા રવિ કપૂરે જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. સવારે રિક્ષા લઇને ગેસ પુરાવવા માટે નીકળ્યો હતો. ત્યારે ન્યાય મંદિર પાસે બે ટ્રાફિક જવાનોએ મને રોક્યો હતો. અને મારી પાસે લાયસન્સ સહિતના કાગળો માંગ્યા હતા. મે લાયસન્સ સહિતના દસ્તાવેજો પોલીસને બતાવ્યા હતા. પરંતુ, તેઓએ માન્ય રાખ્યા ન હતા. પોલીસ જવાનોને મોબાઇલમાં પણ હોવાનું પણ જણાવ્યું હતું. તેમ છતાં પોલીસ જવાનોએ માન્ય રાખ્યા ન હતા. અને મારી રીક્ષા ડીટેઇન કરી લીધી હતી. રૂપિયા 5 હજાર જેટલી દંડની રકમ ભરપાઇ કરી શકું તેમ ન હોવાથી મેં વિરોધ કરતા પોલીસે મને માર માર્યો હતો.

રિક્ષા ચાલક રસ્તા ઉપર બેસી જતાં પોલીસ દોડી આવી

પોલીસે માર મારતા અને રૂપિયા 5 હજારનો મેમો આપતા રોષે ભરાયેલ ઓટો રીક્ષા ચાલક રવિ કપૂર સયાજીગંજ કાલાઘોડા પાસે આવી પહોંચ્યો હતો. અને રસ્તા ઉપર બેસી જઇ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે આપવામાં આવેલ મેમોનો વિરોધ કર્યો હતો. રીક્ષા ચાલક રસ્તા ઉપર બેસી જતાં પોલીસ દોડી આવી હતી. અને રવિ કપૂરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેમો આપતા નારાજ થયેલ રવિ કપુર ઉઠ્યો ન હતો. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર રિક્ષા ચાલક બેસી જતાં લોકોના ટોળે ટોળા થઇ ગયા હતા. પરિણામે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો