બ્રિટિશ સંશોધકનો દાવો: મીઠાનાં પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણના લક્ષણ અને બીમારીનો સમય ઘટાડી શકાય છે

કોરોના વાઈરસના સંક્રમણથી પીડાય રહ્યો હો તો મીઠાના પાણીથી કોગળા કરવાથી રાહત મળી શકે છે. આ દાવો બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે, મીઠાના પાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણો ઓછા થઈ જાય છે તેમજ બીમારીમાંથી ઓછા સમયમાં સાજા થઈ જવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સંશોધનકર્તાએ કોરોના ચેપવાળા 66 દર્દીઓ પર આ રિસર્ચ કર્યું. આ દર્દીઓના નાક અને ગળામાં કોરોનાનો ચેપ હતો.

સારવારની સાથે કોગળા પણ કરાવવામા આવ્યા
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓને સારવારની સાથે મીઠાના પાણીના કોગળા પર કરાવવામાં આવ્યા હતા. 12 દિવસ બાદ તેમના નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો કે, સંક્રમણનાલક્ષણોમાં ઘટાડો થયો હતો.

સરેરાશ 2.5 દિવસમાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો
જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાના જે દર્દીઓને કોગળા કરાવવામાં આવ્યા તેમાં સરેરાશ 2.5 દિવસમાં ચેપ ઓછો થઈ ગયો હતો. સંશોધનકર્તા ડો. સંદીપ સામાલિંગમના જણાવ્યા પ્રમાણે, કોગળા કરવાથી સંક્રમણ પર અસર થાય છે અને ઓછા સમયમાં બીમારીમાંથી સ્વસ્થ થવાની આશા વધી જાય છે.

સંપૂર્ણ રિપોર્ટ વાંચવા માટે અહીંક્લિક કરો

ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, તેના પર ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વાઈરસ નિષ્ણાતોની એક ટીમે માઉથવોશથી કોરોનાની અસરને ઓછી કરવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, માઉથવોશ કોષોને સંક્રમિત કરતા પહેલાં કોરોનાવાઈરસને નષ્ટ કરી શકે છે.

કોરોનાવાઈરસની આજુબાજુ એક ચરબીનું સ્તર હોય છે જેને માઉથવોશમાં રહેલા રસાયણ ઓગાળી શકે છે. તેવી જ રીતે મોંમા જ નષ્ટ કરીને ગળા સુધી વાઈરસને પહોંચતા અટકાવી શકે છે. કોગળા કરવાથી ગળું સાફ થવાની સાથે સોજો પણ દૂર થઈ જાય છે.

આયુર્વેદ અને નેચરોપથ નિષ્ણાત ડો. કિરણ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, મીઠાથી કોગળા કરવાથી ગળું સાફ થઈ જાય છે અને મ્યુકસ દ્વારા બેક્ટેરિયા અને વાઈરસ નીકળી જાય છે. મીઠામાં ક્લોરીન હોવાને કારણે તે ગળું સાફ કરે છે અને ખાંસીથી સોજો આવ્યો તો તે પણ મટાડે છે.કોરોનાના આ સમયગાળામાં કોગળા કરતી વખતે ધ્યાન રાખવું કે કોઈ પણ વ્યક્તિથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું.

હળદર, મીઠું અને તુલસીના કોગળા પણ ફાયાદાકારક

ડો. કિરણ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, પાણીમાં હળદર અને મીઠું મીક્સ કરીને તેનાથી કોગળા કરી શકાય છે અથવા તુલસીના પાંદડાને પાણીમાં નાખીને તેને ઉકાળો. આ પાણીથી પણ કોગળા કરવાથી ફાયદો થાય છે. હળદર અને તુલસી બંનેમાં એન્ટિવાઈરલ ગુણ હોય છે. તુલસી અથવા હળદરનું પાણી પણ પી શકો છો. તે ઉપરાંત ઉકાળો પણ પી શકો છો તે શરીરીની ઈમ્યુનિટી વધારે છે અને બીમારી સામે રક્ષણ આપે છે. આયુષ મંત્રાલયે પણ ઉકાળાને રૂટિનમાં સામેલ કરવાની સલાહ આપી છે.

આ રીતે બનાવો ઉકાળો

તુલસીના 4 પાંદડા, 1 લવિંગ, તજ, અને 5-10 ગ્રામ ક્રશ કેરલા આદુને એક કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે એક કપ જેટલું થઈ જાય તો તેમાં મધ ઉમેરો. જો ડાયાબિટીસની બીમારી છે તો તેમાં ખાંડ અથવા મધ ઉમેરવું નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો