20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડેલો બાળક ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં પડતા ચમત્કારિક બચાવ

મધ્ય પ્રદેશમાં ટીકમગઢમાં પ્રધાનપુરા વિસ્તારમાં શુક્રવારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાળક 20 ફૂટ ઊંચી ગેલેરીમાંથી પડી ગયો હતો જે ડાયરેક્ટ નીચેથી પસાર થતી પેન્ડલ રિક્ષામાં જઈને પડ્યું હતું. પર્વની માતા પૂર્ણિમા અને પિતા આશિષે જણાવ્યું કે, કોઈ અજાણ્યાએ આવીને મારા દીકરાનો જીવ બચાવ્યો છે. આ ઘટના પછી પરિવાર બાળકને લઈને હોસ્ટિપટલ પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરે તેને સ્વસ્થ જણાવ્યું હતું.

પર્વના પિતા જીવ બચાવનારને નવી રિક્ષા આપશે

બાળકના પિતા આશિષે જણાવ્યું કે, આ ઘટના મારા માટે કોઈ ચમત્કારથી ઓછી નથી. પેન્ડલ રિક્ષાવાળો ભગવાન બનીને આવ્યો અને મારા દીકરાને બચાવી લીધો. પર્વના પિતાએ સીસીટીવી ફૂટેજ જોયા અને રિક્ષા ચાલક મનોહર ભટ્ટને મળ્યા. આશિષે કહ્યું કે, તેમણે મારા દીકરા પર્વનો જીવ બચાવ્યો છે. મેં તેમને મારા શનિવારે મારા ઘરે બોલાવ્યા અને તેમને નવી રિક્ષા ખરીદીને આપીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો