સુરતમાં આત્મહત્યા કરવા નદીમાં પડેલી કિશોરી માટે રીક્ષા ચાલક બન્યો ભગવાન, નદીમાં કૂદી બચાવ્યો જીવ

મોટા વરાછા વિસ્તાર અને વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પર એક અંદાજે 13 વર્ષની કિશોરીએ તાપી નદીમાં કુદકો લગાવ્યો હતો.કિશોરીને કુદતી જોઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકે રિક્ષાને બ્રીજ પર રાખી દઈને તાપી નદીમાં કુદયો હતો. જેમાં કિશોરીને બચાવી લેવામાં આવી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ આવી ગઈ હતી. જેમણે કિશોરીને હોસ્પિટલ ખસેડી હતી.

કિશોરીને સલામત હોસ્પિટલ ખસેડાઈ

સવજી કોરાટ બ્રીજ પર બપોરના સુમારે એક 13 વર્ષની દેખાતી કિશોરી કોઈક અગમ્ય કારણોસર તાપી નદીમાં કુદી ગઈ હતી. જેથી તેની પાછળથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલક અજીત પાલે પણ કિશોરીને બચાવવા માટે તાપી નદીમાં કુદકો લગાવ્યો હતો. બાદમાં કિશોરીને બચાવીને કાંઠે લાવ્યો હતો. બાદમાં ઘટના સ્થળે પહોંચી ગયેલા ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની મદદથી કિશોરીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રિક્ષા ચાલક અજીત પાલે જણાવ્યું હતું કે, વધુ વિચારવાનો સમય નહોતો. જેથી તાત્કાલિક જે સુઝ્યુ તે પ્રમાણે કુદકો લગાવીને કિશોરીને બચાવવાની કોશિષ કરી હતી તેમાં સફળતા મળી હતી. જો કે કિશોરી બેભાન થઈ ગઈ હોવાથી આપઘાતના પ્રયાસનું કારણ જાણી શકાયું નહોતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો