અમદાવાદ: 18 હજારનો મેમો ફટકારી રીક્ષા ડિટેઈન કરાતા રિક્ષાચાલકે પીધું ફિનાઈલ, જીવ ટૂંકાવવાની કરી કોશિશ

રાજયમાં નવા ટ્રાફિક નિયમોના પાલનથી પ્રજા પરેશાન થઈ રહી છે. ત્યારે ઓટોરિક્ષા ચાલકને તાજેતરમાં રૂ.18 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. જેનાથી માનસિક પરેશાની અનુભવતા રિક્ષાચાલકે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિક પોલીસ આ ઘટના પારિવારીક કારણોસર બની હોવાનું કહી રહી છે.

પારિવારિક પ્રશ્ન હતો જેને લઈને ફિનાઈલ પીધું- પોલીસનો દાવો

ગોમતીપુરમાં ઓટોરિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રાજુભાઈ સોલંકી (ઉ.વ.48)ને ટ્રાફિક પોલીસે રોકયા હતા. અમુક દસ્તાવેજો ખૂટતા હોઈ પેનલ્ટી પેટે રાજુભાઈને ટ્રાફિક વિભાગે રૂ. 18 હજારનો મેમો આપ્યો હતો. મેમો બાદ રાજુભાઈને આટલા બધા પૈસા એકસામટા કેવી રીતે ભરી શકીશ તેની ચિંતા સતાવતી હતી. અંતે તેમણે ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગોમતીપુર પોલીસનો સંપર્ક સાધતા પોલીસે ટ્રાફિક મેમોની ચિંતાને લઈને આત્મહત્યાનો બનાવ બન્યો ન હોવાનો દાવો કરી એમ જણાવ્યુ હતુ કે, તેમને પારિવારિક પ્રશ્ન હતો જેને લઈને તેમણે ફિનાઈલ પીધું છે.

ગોમતીપુર અશોકનગરની સામે આવેલી સળીયાવાળી ચાલીમાં રાજેશ ડાહ્યાભાઇ સોલંકી(ઉ.48) પરિવારના ચાર સભ્યો સાથે રહે છે. રાજેશભાઇ ઓટો રિક્ષા ચલાવી પરિવારનં ગુજરાન ચલાવતા હતા પરંતુ દોઢેક મહિના પહેલા નવરંગપુરા દાદા સાહેબના પગલા નજીક કોઇ ટ્રાફિક પોલીસે રાજેશભાઇની ઓટો રિક્ષા જપ્ત કરી લઇ તેમને ડિટેઇનનો આરટીઓનો મેમો આપ્યો હતો.

રોજ કમાઇને ખાતા હતા તેમાં રિક્ષા જમાં થતાં પરિવાર પર સંકટ આવી પડયું હતં અને તેમાં પણ ટ્રાફિક પોલીસે એટલી બધી કલમો લગાવી હતી કે, આરટીઓમાં દંડની રકમ 18 હજાર આવી હતી. 18 હજાર રાજેશભાઇ પાસે ન હોવાથી લાબા સમયથી રિક્ષા છોડાવી જ ન હતી અને તે જમા હાલતમાં પોલીસ સ્ટેશન હોવાનું બહાર આવ્યું છે. રિક્ષા ન હોવાથી રાજેશભાઇ પરિવારનું ગુજરાન ચલાવી શકતા ન હતા તેના કારણે તેઓને આર્થિક મંદી આવી ગઇ હતી. છેલ્લા ઘણ સમયથી ઘરમાં આર્થિક મંદીના કારણે આજે સવારે પાંચ વાગ્યે ઘરમાં રાખેલા ફિનાઇલ પી જઇ રાજેશભાઇએ આપઘાતની કોશિશ કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે નોંધ કરી હતી. આ અંગે કોની સામે ગુનો નોધવો તે પણ પોલીસ માટે અવઢવનો વિષય બની ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો