ચહેરાની ચમક પરત લાવવા આ ઘરેલું ઉપચાર છે ખાસ, ચોખામાં ઉમેરો આ વસ્તુઓ, કાળી ત્વચા થઇ જશે ધોળી, જાણો અને શેર કરો

તડકો, ધૂળ અને માટીને લીધે ઘણી વખત ચહેરાની ચમક ક્યાંક ખોવાઈ જાય છે. તેને પરત લાવવા તમે અનેક ઉપાય કરો છે. પરંતુ કોઇ ખાસ ફરક પડતો નતી,. પરંતુ શુ તમે જાણો છો ત્વચાની ચમક પરત લાવવા માટે તમે ઘરે જ ફેસપેક બનાવી શકો છો અને તેને બનાવવામાં વધારે સમય પણ જતો નથી. તો આવો જોઇએ ચોખાના લોટથી કેવી રીતે ચહેરાની ચમક પરત લાવી શકાય.

– ત્વચાની ચમક માટે તમે ચોખા અને દૂધથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. જેના માટે 3 ચમચી ચોખા લઇને તેને 4 કલાક પાણીમાં પલાળી રાખો અને તેમા 5 ચમચી દૂધ ઉમેરીને બરાબરી પીસી લો. હવે હળવા હાથે આ પેકને નીચેથી ઉપર તરફ ચહેરા પર લગાવો. જ્યાં સુધી તે સૂકાઇ ન જાય ત્યા સુધી રાખી મૂકો. બાદમાં પાણી છાંટીને તેને રગડી લો. તે બાદ પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવો.

– ચોખાના લોટથી તમે તમારી ડેડ સ્કિનને એક્સ્ફોલિએટ કરી શકો છો. આ પેકને બનાવવા માટે તમે પાણીમાં 4 ચમચી ચોખાને એક કલાક પલાળી રાખો. બાદમાં તેને પીસી લો અને તેમા લીંબુ તેમજ મધ મિક્સ કરી લો. હવે તેને ચહેરા પર લગાવીને એક કલાક સુધી સૂકાવા દો, તે બાદ પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી ખરાબ ત્વચા નીકળી જશે અને સ્કિનમાં તાજગીનો અનુભવ થશે.

– ચોખામાં એમીનો એસિડ અને વિટામીન નામના પોષક તત્વ રહેલા છે. જે સ્કિન વાઇટનિંગ એજન્ટની જેમ કામ કરે છે. ક્લીન અને ગ્લોઇંગ સ્કિન માટે ચોખાને પાણીમાં પલાળી લો બાદમાં તેને પીસીને તેમા મધ અને 3 ચમચી દહીં મિક્સ કરી લો. તે પછી તેને ચહેરા પર લગાવો. 30 મિનિટ બાદ ચહેરાને હળવા હાથથી રગડી લો. બાદમાં પાણીથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમને ફરક જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો