મહુવાઃ RFOનો સાળો એક લાખની લાંચની રકમ લેવા જતાં ACBએ પકડ્યો, ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો

મહુવા વન વિભાગમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી (Forest Department Officer) દ્વારા એક લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગવામાં આવતી હોવાથી વેપારીએ એ.સી.બીના (ACB) અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું અને આર.એફ.ઑના સાળા લાંચની (bribe) રકમ લેવા આવ્યા હતા અને આર.એફ.ઑ થોડે અંતરે ઊભા રહી પૈસા મંગાવ્યા હોવાનું બહાર આવ્યું હતું જોકે બેથી વધુ ગાડીઓ જોતાં લાંચિયા અધિકારીના સાળાને કઇંક રંધાયું હોવાનો અંદાજ આવી જતાં ફરિયાદીની ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો.

બનાવ અંગે સૂત્રો પાસેથી મળતો માહિતી મુજબ એન.પી .ગોહિલ નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ગોઠવાયેલ છટકામાં લાંચ લેવા આવેલ અધિકારી ફરિયાદીની ગાડીએ ટક્કર મારી ભાગી ગયો હોવાનું જાણવા મળે છે.

ત્યારે લાંચ લેવા માટે અવાર નવાર આવતા મહુવા વન વિભાગના ફોરેસ્ટર અને આર.એફ.ઑ રિપલ ચૌધરી દ્વારા આજ ઈસમ પાસે અગાઉ પણ 1 લાખથી વધુની લાંચ માંગવામાં આવી હતી. મલાઈ ખાવ અધિકારીઓએ ફરી 1.50 લાખની લાંચ માંગતા આખરે એ.સી.બીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને છટકું ગોઠવ્યું હતું.

જોકે ચાલાક લાંચિયા અધિકારીઓએ એક દિવસ અગાઉ ફરિયાદીને ધમકાવી 50 હજાર રૂપિયા તફડાવી ગયા હતા અને ભોગ બનનારે જણાવ્યુ હતું કે આવતી કાલે 26 તારીખે બેંકમાં રજા હોવાથી ચાલુ દિવસે સગવડ કરવામાં આવશે અને આજરોજ મોડી રાત્રિ સમયે એ.સી.બીના અધિકારીઓએ છટકું ગોઠવી લાંચિયા રિપલ ચૌધરી અને નિકુંજ પટેલને રંગે હાથ ઝડપી પાડવાની ફિરાકમાં હતા.

ત્યારે મોડી રાતે અધિકારીનો સાળો 1 લાખ રૂપિયાની લાંચ લેવા ફરિયાદીના ઘર નજીક આવ્યો હતો અને ઘર બહાર અન્ય ગાડી જોઈ લાંચ લેવા સતત ટેવાયેલા અધિકારીના સાળાને ગંધ આવી જતાં ફરિયાદીની ગાડીને ટક્કર મારી ભાગે ગયા હોવાની માહિતી મળે છે જો કે હજી સુધી એ.સી.બી દ્વારા માત્ર અધિકારીના સાળા લાંચની રકમ લેવા આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો