બાળપણ આખું લોટ માગીને વિતાવનાર મોરબીના નિવૃત્ત રેલકર્મચારી હવે 48 હજારનું પોતાનું આખું પેન્શન ગરીબોને જમાડવામાં વાપરી નાખે છે

‘અન્નદાન એ મહાદાન’ ઉક્તિ તો સાચી છે, પરંતુ મોરબીમાં એક એવા સેવક રહે છે, જેમણે પોતે આખું બાળપણ લોટ માગીને વિતાવ્યું છે અને સમાજને એ ઋણ ચૂકવતા હોય એમ આજે દર મહિને આવતું સંપૂર્ણ પેન્શનની રકમ એ ગરીબોને જમાડવા પાછળ ખર્ચી નાખે છે.

રેલવેમાં 40 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ મોરબીના વિનોદભાઈ નિમાવત છેલ્લે પેસેન્જર ટ્રેનના લોકોપાઇલટ (ડ્રાઇવર) તરીકે નિવૃત્ત થયા હતા. જુલાઈ, 2019માં નિવૃત્ત થયા બાદ તેમને 48 હજાર રૂપિયા જેટલું દર મહિને સરકાર તરફથી પેન્શન મળે છે. પોતાના બંને દીકરાઓ સેટ થઈ ગયા હોઈ અને પત્ની ગુજરી જવાથી વિનોદભાઈ સેવા કરવા માટે આતુર હતા. એ સમયે જ તેમણે જોયું કે મોરબીમાં ઘણા લોકોને જમવાનું મળતું નથી. તેથી તેમણે ટિફિન સેવા શરૂ કરી. ધીમે ધીમે ટિફિનની સંખ્યા વધવા લાગી, આથી તેમણે જમવાનું બનાવવા માટે એક મકાન ભાડે રાખ્યું અને ત્રણ બહેનોને કામે રાખી.

હાલમાં તેઓ એક સમયે 60થી વધુ ટિફિન બનાવે છે. આ માટેનો તમામ ખર્ચ પણ પોતે જ ઉઠાવે છે. મકાનનું ભાડું, બહેનોનો પગાર તથા ટિફિનના ખર્ચમાં તેમનું આખું પેન્શન વપરાઈ જાય છે. એ ઉપરાંત પણ પોતાની બચતમાંથી દર મહિને આ સેવા માટે પૈસા ખર્ચે છે. તેઓ એક પણ દિવસ રજા પાળ્યા વિના દરરોજ જાતે જ ટિફિનો લઈને નીકળે છે અને ગરીબોને જમાડ્યા બાદ જ પરત આવે છે.

વિનોદભાઈ ટિફિનમાં પડવાળી રોટલી, શાક, દાળ, ભાત, છાશ, મીઠાઈ અથવા ફ્રૂટ આપે છે. આ માટે તેઓ લોટ, દાળ, સીંગતેલ બધું જ બ્રાન્ડેડ વાપરે છે. ઘી પણ ચોખ્ખું વાપરે છે. શાકભાજી પણ દરરોજ જાતે જ તાજુ લઈ આવે છે. તેમણે નિવૃત્ત થઈને 125 લોકોને પોતાના ખર્ચે 12 દિવસની જાત્રા કરાવી હતી. આ ઉપરાંત લોકડાઉનમાં પણ રાશનકિટનું વિતરણ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો