નાસ લેવાથી કોરોનાનું સંક્રમણ નહીં ફેલાતું હોવાનું સંશોધનમાં દાવો, પોઝિટિવ દર્દીને સળંગ 5 દિવસ સ્ટીમ આપવામાં આવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઈના ડોક્ટરોની ટીમે કોરોના વાઇરસની સારવારમાં સ્ટીમ(નાસ)ની અસર વિશે રિસર્ચ કર્યું છે. તેમણે રજૂ કરેલા તબીબી પરીક્ષણો વિશે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસનું બંધારણ ઇન્ફલુએન્ઝા વાઇરસ જેવું છે. તેમાં તર્કસંગત નિરીક્ષણ કરતા ગરમી અને ભેજના સાયુજ્યમાં કોરોના વાઇરસ ફેલાય છે, પરતું રિસર્ચને અંતે તબીબોએ એવો મત વ્યકત કર્યો હતો કે નાસને લીધે કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી. કોરોનાના ઇલાજ અને ચેપ ન લાગે તે માટે સ્ટીમ ઉપયોગી છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોઝિટિવ દર્દીને સળંગ 5 દિવસ સ્ટીમ આપવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

લક્ષણો ધરાવતાં, નહીં ધરાવતાં દર્દીઓ પર પ્રયોગ થયો હતો

પહેલા જૂથમાં એ-સિમ્ટોમેટિક દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આવા દર્દીઓને દિવસમાં બે વખત સાદા સ્ટીમરથી નાસ લેવડાવાયો. આ રિસર્ચ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

બીજા જૂથમાં કોરોનાનાં ઓછા અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓનો સમાવેશ કરાયો હતો. ઓછાં લક્ષણો ધરાવતા દર્દીને શરીરનો કોઈ પણ એક ભાગ નાક, ગળું કે શ્વાસનળીમાં કોરોનાની અસર જોવા મળી હતી. મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીને બે કે વધુ ભાગમાં કોરોનાની અસર જોવા મળી હતી. જ્યારે મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેમને ઓક્સિજનની જરૂર હોવાથી વેન્ટિલેટર પર રખાયા હતા, તમામ દર્દીઓને સળંગ 5 દિવસ સ્ટીમ વરાળ આપવામાં આવી હોય તેવા દર્દીઓ ઝડપથી નેગેટિવ રિપોર્ટ આવતા ઘરે જતા હતા.

દિવસમાં બે વાર 5 મિનિટ સુધી નાસ અપાયો હતો

પહેલા જૂથમાં જેમને લક્ષણો નહોતા પરતું પોઝિટિવ હતા. દિવસમાં બે વાર 5 મિનિટ સુધી નાસ આપવામાં આવ્યો હતો.

બીજા જૂથમાં સામેલ દર્દીઓને દર 3 કલાકે પાંચ મિનિટ સુધી નાસ અપાયો હતો.

આ પરિણામો આવ્યાં

પહેલા જૂથમાં સામેલ એ-સિમ્ટોમેટિક દર્દીઓને આપવામાં આવેલ વરાળથી 14 દિવસ પહેલા જ કોરોના નેગેટિવ રિપોર્ટ થયો હતો.

બીજા જૂથમાં સમાવિષ્ટ ઓછાં લક્ષણો ધરાવતા દર્દીઓ 3 દિવસમાં નોર્મલ અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દી 7થી 10 દિવસમાં નોર્મલ થયા.

65 દર્દીઓ 10 દિવસમાં વરાળને લીધે નેગેટિવ આવ્યા હતા. 13 દર્દીઓને નેગેટિવ આવતા 14 દિવસ થયા હતા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો