ખરાબ ડીએનએને કારણે થતી બીમારીઓને આપણા દાળ-ભાત માત આપી શકે છે, વિદેશી ખોરાક બીમારી વધારે છે: સંશોધન

જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીઓના મુખ્ય કારણ એવા ડીએનએમાં ડીએનએ નહીં બલ્કે આહાર પણ સૌથી વધુ મહત્વનો છે કે જે બીમારી પેદા કરી શકે છે અને તેના પર લગામ પણ મૂકી શકે છે. યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ લુડવિજના નેતૃત્વમાં ત્રણ વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલું સંશોધન તાજેતરમાં પ્રસિદ્ધ થયું હતું. ત્રણ સંશોધકોમાં રશિયાના ડૉ. અર્તેમ વોરોવયેવ, ઇઝરાયેલની ડૉ. તાન્યા શેજિન અને ભારતના ડૉ. યાસ્કા ગુપ્તા સામેલ છે. ઉંદર પર 2 વર્ષ સુધી કરાયેલા સંશોધનમાં જણાવ્યું કે પશ્ચિમી દેશના ઉચ્ચ કેલેરી આહાર આનુવંશિક ગણાતી બીમારીને વધારે છે. જ્યારે ભારતના લો કેલેરી આહાર રોગોથી બચાવે છે.

પિઝા, બરગર જેવા ફાસ્ટ ફૂડ આનુવંશિક રોગોને વધારે છે

ડૉ. ગુપ્તાએ ભાસ્કરને જર્મની ખાતેથી જણાવ્યું કે અત્યાર સુધીમાં તમામ આનુવંશિક રોગોનો માત્ર ડીએનએની નજરે જ જોવાતા હતા. આ સંશોધનમાં આહાર પર ધ્યાન આપીને તેને માપવામાં આવ્યું છે. સંશોધકોએ ઉંદરના એક જૂથ પર પ્રયોગ કર્યો કે જે લ્યૂપસ નામના રોગથી પીડાતા હતા. લ્યુપસ રોગનો સીધો સંબંધ ડીએનએ સાથે છે. તેનાથી પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને વિભિન્ન અંગ તથા સાંધા, કિડની, હૃદય, ફેંફસા, મગજ અને બ્લડ સેલને નષ્ટ કરે છે. ડૉ. યાસ્કા ગુપ્તાએ કહ્યું કે આ સંશોધનના પરિણામો જણાવે છે કે પશ્ચિમી દેશોમાં આહારમાં લેવાતા પિઝા, બરગર જેવા ફાસ્ટ ફૂડ આનુવંશિક રોગોને વધારવામાં મદદ કરે છે જ્યારે ભારતનો શાકાહારી આહાર – સ્ટાર્ચ, સોયાબિન તેલ, દાળ-ભાત, શાકભાજી ખાસ કરીને હરદળનો ઉપયોગ આ રોગોથી શરીરનું રક્ષણ કરે છે.

ઉંદરના બે જૂથને અલગ-અલગ આહાર આપી પરીક્ષણ કરાયું

ઉંદરના બે જૂથમાંથી એકને વધુ સૂક્રોજવાળો આહાર અપાયો હતો, જે પશ્ચિમી દેશોમાં લેવામાં આવે છે. બીજા સમૂહને લો કેલેરીવાળો નિયંત્રિતવાળો આહાર આપવામાં આવ્યો હતો જે ભારતમાં મળે છે. પ્રથમ સમૂહના ઉંદર લ્યૂપસ રોગના ઝપેટમાં આવી ગયા અને તેમની હાલત ગંભીર થઈ ગઈ જ્યારે બીજા જૂથના ઉંદર કે જેમને લો કેલેરી આહાર અપાયો હતો. તેઓ લ્યૂપસ રોગમાંથી બચી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો