માત્ર કેન્સર નહીં હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે અમૃત છે ગૌમૂત્ર, રિસર્ચમાં થયો ખુલાસો

ધાર્મિક મહત્વની સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્ર ઘણું જ ઉપયોગી છે. આપણે અનેકવાર વાંચ્યું હશે કે ગૌમૂત્રનું સેવન કરવું જોઇએ, તે અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે. એવું લાગે છે કે માનવજાત ગૌમૂત્રનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરતી જોવા મળી શકે છે. પહેલા સંશોધનમાં ગૌમૂત્રમાં કેન્સર સામે લડવાના લક્ષણો મળ્યા બાદ હવે એક નવું સંશોધન ભાનવગર અને જુનાગઢની મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું છે. જે મુજબ ગૌમૂત્ર હાર્ટને સ્વસ્થ રાખવાની સાથે ડાયાબિટીસથી પીડિત વ્યક્તિના જખમમાં જલ્દી રૂઝ લાવવાનું કામ કરે છે..

ભાવનગર અને જુનાગઢની મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું સંશોધન

રિસર્ચમાં જાણવા મળી ગૌમૂત્રની ખાસિયતો

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સરટી જનરલ હોસ્પિટલે ઉંદરો પર પરીક્ષણ કર્યું હતું, જેમાં ગૌમૂત્રની ખાસિયતો જાણવા મળી હતી. આ કોલેજ લેબોરેટરીમાં ગૌમૂત્રના કાર્ડિયોપ્રોટેક્ટિવ ગુણધર્મોના ઉંદર પર ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટ કરતી વખતે 72 જેટલા ઉંદરોને છ ટીમમાં વહેંચી દેવામાં આવ્યા હતા. દરેક ગ્રૂપના ઉંદરોને 28 દિવસ સુધી ગૌમૂત્રના અલગ-અલગ ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં એ જાણવા મળ્યું હતું કે ગૌમૂત્રમાં હાર્ટને સ્વસ્થ રાખવાના ગુણો છે.

જુનાગઢની કોલેજે કર્યું આ સંશોધન

બીજી જુનાગઢની મેડિકલ કોલેજે ગૌમૂત્રથી વાગેલા પર રૂઝ લાવનારા ગુણધર્મો અંગેનો ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ દરમિયાન એવું પણ જાણવા મળ્યું કે ટાઇપ-2 ડાયાબિટિસના લક્ષણો ડાયાબિટિસના લક્ષણો ધરાવતા ઉંદરોમાં રૂઝ લાવવાનું કામ ગૌમૂત્ર ઝડપથી કરે છે. આવા ઉંદરોને ગૌમૂત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું કે વાગેલા પર રૂઝની ક્ષમતા 10થી 11 દિવસમાં 70.2 ટકા વધી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં પહેલાથી જ ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને આયુર્વેદમાં પણ તેના ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ રિસર્ચ બાદ હવે તે સાબિત થઈ ગયું છે કે ગૌમૂત્ર માનવજાતને ઘણીબધી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો