સંગીત સાંભળવાથી કેન્સરના દર્દીઓની પીડા અને થાક ઓછો થય જાય છે : રિસર્ચ

દરરોજ 30 મિનિટ સંગીત સાંભળવું કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરે છે. આ દાવો તાઇવાનના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધકો અનુસાર, જ્યારે કેન્સરના દર્દીઓ સંગીત સાંભળે છે ત્યારે તેમનાં મગજમાં એવા રસાયણો રિલીઝ થાય છે જે તેમનામાં ખુશી અને હકારાત્મક લાગણી જગાડે છે.

મગજમાં હર્ષનાં રસાયણો બને છે

તાઇવાનની યુઆન્સ જનરલ હોસ્પિટલમાં હાથ ધરાયેલા સંશોધન અનુસાર, દર્દીને કેન્સરની સારવાર દરમિયાન થાક લાગતો હોય છે અને પીડા થતી હોય છે. આવી સ્થિતિમાં દરરોજ 30 મિનિટ સંગીત સાંભળવાથી એન્ડોર્ફિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે, જે તેમને આનંદની અનુભૂતિ કરાવે છે.

સર્જરી પછી મ્યૂઝિક થેરપી લેવાથી કેન્સરનાં દર્દીઓમાં પીડા અને થાક ઓછો થય જાય છે.

શાસ્ત્રીય અને ધાર્મિક સંગીત ફાયદાકારક

સંશોધકોએ સ્તન કેન્સરથી પીડાતી 60 મહિલાઓ પર આ સંશોધન હાથ ધર્યું હતું. તેમને બે જૂથોમાં વહેંચવામાં આવી. પ્રથમ જૂથને દરરોજ સંગીત સંભળાવવામાં આવ્યું. આ સંગીત ખૂબ આરામદાયક હતું. સંગીતની પસંદગી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી. તેમાં ક્લાસિકલ, પરંપરાગત તાઇવાની અને ધાર્મિક સંગીતનો સમાવેશ થતો હતો, જેની દર્દીઓ પર હકારાત્મક અસર જોવા મળી. બીજા જૂથને કુદરતી સંગીત જેમ કે નદીના પાણીનો અવાજ સંભળાવવામાં આવ્યો. પરંતુ તેની દર્દીઓ પર કોઈ અસર જોવા ન મળી.

નકારાત્મક વિચારો આવતા ઓછા થયા

સંશોધન દરમિયાન સર્જરી પહેલાં સ્ત્રીઓમાં થાક અને પીડા જેવાં લક્ષણો જોવા મળ્યા. સર્જરીના 6, 12, અને 24 અઠવાડિયાં પછી ફરી આ લક્ષણો દેખાવા લાગ્યા. પરિણામ એવું જાણવા મળ્યું કે જે દર્દીઓને સર્જરી પછી મ્યૂઝિક થેરપી આપવામાં આવી, તેમને દર અઠવાડિયે પીડા અને થાકનો અનુભવ ઓછો થતો ગયો. આવા દર્દીઓમાં નકારાત્મક આવતા પણ ઓછા થઈ ગયા.

ભારતમાં કેન્સરના 2.25 કરોડ દર્દી

સંશોધનકાર ડો. ફેંગ્ચીનું કહેવું છે કે, લંડનમાં દર વર્ષે 3.60 લાખ અને અમેરિકામાં 18 લાખ કેન્સરના કેસો સામે આવે છે. આવા દર્દીઓના જીવનમાં સુધારો કરવા માટે સંગીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં કેન્સરના કેસો વધી રહ્યા છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ મુજબ, ભારતમાં આશરે 2.25 કરોડ કેન્સરના દર્દીઓ છે. તેમાં પુરુષોની સંખ્યા વધારે છે.

ભારતમાં પણ સંગીતથી કેન્સરને હરાવવાનો પ્રયાસ ચાલુ

પૂણેના ઇન્સ્ટ્રુમેન્ટલ સાધક પંડિત મિલિંદ તુલણકર કેન્સર અને કોમા સહિત અનેક ગંભીર રોગોથી પીડિત દર્દીઓને મ્યૂઝિક થેરપીથી રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ઈન્સ્ટ્રુમેન્ટલ વાદ્યોથી છેલ્લાં 13 વર્ષથી તેઓ મ્યૂઝિક થેરપી આપતાં આવી રહ્યાં છે. આ સમય દરમિયાન ભારત સહિત 15 દેશોનાં 170 શહેરોમાં ત્રણ હજારથી વધુ લોકોને પણ તેઓ મ્યૂઝિક થેરેપી વર્કશોપ દ્વારા મ્યૂઝિક થેરપી કન્સેપ્ટ શીખવાડી ચૂક્યા છે.

13 વર્ષ પહેલાં દર્દી પર અસર જોવા મળી હતી

પંડિત મિલિંદે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય સંગીત એક વૈજ્ઞાનિક સંગીત છે. પુણેનાં સિપલા કેન્સર રિસર્ચ સેન્ટરમાં તેઓ એડવાન્સ સ્ટેજના કેન્સર દર્દીઓની વચ્ચે મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતાં હતાં. આશરે 13 વર્ષ પહેલાં કેન્સરની એક મહિલા દર્દી જળતરંગ વાદ્યનો અવાજ સાંભળીને જાતે ઊભી થઈ ગઈ, જ્યારે સવારે તે જાતે ઊઠવામાં પણ અસમર્થ હતી. ત્યારબાદ મિલિંદે સંગીત થેરપીને જ પોતાનું જીવન બનાવી લીધું. મિલિંદનું કહેવું છે કે મ્યૂઝિક મેમરી સમાપ્ત નથી થતી. તે મૃત્યુની સાથે જ વ્યક્તિમાંથી જાય છે..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો