માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વાલીઓની બે હાથ જોડીને વિનંતી.
બધા વાલીઓ દ્વારા સરકાર ને એક સંદેશ પહોંચાડવામાં આવ્યો
અનલોક ૧ ના બીજા તબક્કામાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર છોડવામાં આવ્યો છે ત્યારે બધા વાલીઓ દ્વારા સરકાર ને એક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.
જેમાં લખે છે કે: આપ સરકાર ને વિનમ્ર અરજ છે કે ગુજરાત માં શાળા શરૂ કરવામાં મહેરબાની કરીને ઉતાવળ ન કરશો.
હજુ ગુજરાત માં કોરોના નો ભય ટળ્યો નથી.
વિદ્યાર્થીઓ ભલે ધોરણ 10 માં હોય કે 12મા પણ શાળા માં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર વગેરે શક્ય જ નથી.
ચાર પાંચ કલાક માસ્ક સરખું પહેરીને બાળક બેસી રહે તેવી અપેક્ષા વધુ પડતી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આપણે ત્યાં કેટલા બધા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. જેમને પૂરતી ટ્રાન્સપોર્ટેશન ની સગવડ હજુ પૂરતી શરૂ કરાવવાની પ્રક્રિયા શરૂ છે.
હોસ્ટેલ, બોર્ડિંગ વગેરે માં રહીને ભણતા વિદ્યાર્થીઓ ના માં બાપની ચિંતા આપ સમજી શકો છો
શાળા માં એક વિદ્યાર્થી ને શરદી ઉધરસ થયા હોય તો વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ ને ચેપ લાગે છે ત્યારે કોરોના જેવી મહામારી ને સરળતાથી ન જ લઈ શકાય.

વર્ગમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા, માસ્ક, ડિસ્ટન્સ વગેરે બાબતે સતત ચેકિગ શક્ય જ નથી અને વ્યવહારિક દ્રષ્ટિએ ખૂબ અઘરું છે.
અમારા બાળકો કદાચ એક વર્ષ સુધી નહીં ભણે તો જિંદગી હારી જવાના નથી પણ આ મહામારી સામે આપના નેતૃત્વ હેઠળ આપણે સૌ એ આટલી લડત આપી છે ત્યારે હવે વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ની બાબતે ઉતાવળ કરવી બિલકુલ સલાહભર્યું નથી
જેમાં વોટ્સએપ પર એક મેસેજ પર કરવામાં આવ્યો છે કે, બધા વાલીઓ સુધી એ મેસેસજ પહોંચી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

