જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી, માસ્ક મામલે વેપારીને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો
જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ હતું. જયારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ મામલે વેપારીના પિતા તેને છોડાવવા માટે ગયા ત્યારે પોલીસે ઘનશ્યામભાઇ ઉદેશીને પણ માર માર્યો હતો, ઇજા એટલી ગંભીર હતી તે પ્રાથમિક સારવાર કાલાવડ ખાતે લઇને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા..પોલીસે બંન્ને પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે. વેપારી નિશાંતના કહેવા પ્રમાણે ભરતસિંહ, અશોકસિંહ, નિકુંજ અન્ય એક ટી-શર્ટવાળા કોન્સટેબલ સહિતના સાતથી આઠ કોન્લટેબલો દ્રારા તેઓને માર માર્યાની વાત કરી છે.
પોલીસના આ ગુંડા જેવા વર્તનને કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયા છે. વેપારીઓ જવાબદાર પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ અગાઉ લોકડાઉન સમયે પણ પોલીસની કરતૂત સામે આવી હતી
હવે આ મામલે 4 પોલીસકર્મીની બદલી કરી દેવામાં આવી છે. તાત્કાલિક અસરથી હેડક્વાર્ટરમાં આ ચારેય પોલીસકર્મીની બદલી કરાઈ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધી DySPને તપાસ સોંપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

