વાહનના લર્નિંગ લાઇસન્સની મુદત પતી જાય તો પણ ચિંતા ન કરતા, નવા નિયમથી મળશે મોટી રાહત બીજી વખત કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવો પડે.

લર્નિંગ લાઇસન્સ ધારકો માટે રાહતના સમાચાર છે કારણ કે હવેથી લર્નિંગ લાઇસન્સ છ મહિના બાદ એક્સપાયર થઈ જાય તો ઉમેદવારે ફરીથી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે.

વાહનચાલકે માત્ર પોતાનાં જૂનાં લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યૂમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તે ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે.

આરટીઓમાં પણ લર્નિંગ લાઇસન્સની કામગીરીનું ભારણ ઓછું થશે

આરટીઓના આ નવા નિયમને પગલે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવામાં વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાઇસન્સનાં કમ્પ્યૂટર ટેસ્ટની ઝંઝટમાંથી છુટકારો મળશે એટલું જ નહીં પરંતુ આરટીઓ ખાતે પણ લર્નિંગ લાઇસન્સ માટેની કામગીરીનું ભારણ ઓછું થશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ વખતે જ વાહનચાલક કે માલિકે ફરજિયાત પાકાં લાઇસન્સ ટેસ્ટ અને સ્માર્ટકાર્ડની ફી ભરી દેવી પડતી હતી. જે લર્નિંગ લાઇસન્સ પૂરું થતાં સરકાર દ્વારા પરત નહીં કરી કરોડોની ઉઘાડી લૂંટ કરાતી હતી. તે હવેથી બંધ થશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ધરખમ ફેરફાર કરવામા આવ્યો છે.

અંદાજિત દરરોજ 50-60% ટેસ્ટ ટ્રેકમાં નપાસ થાય છે

આ પહેલાં લર્નિંગ સાથે ફરજિયાત પાકાં લાઇસન્સના પૈસા પણ લર્નિંગ લાઇસન્સ વખતે લઈ રિફંડ અપાતું ન હતું. આરટીઓનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દરરોજના અંદાજિત ૪૫૦ ટેસ્ટ પૈકી ૫૦થી ૬૦ ટકા લોકો ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થાય છે. જે પૈકી ૩૦ ટકા લોકોને લર્નિંગ લાઇસન્સ ફરી કઢાવવું પડે છે. આ આંક રૂ.૨૦૦ના પ્રમાણે અંદાજે ૯૭ લાખ ઉપરાંતની રકમ એક વર્ષમાં સરકારને આમ જ મળી જતી હતી. હવે નિયમ બદલાતાં અરજદારોને ફાયદો થશે.

લર્નિંગ લાઇસન્સ ફરી કરાવવા માટે ફી માત્ર 150 રૂપિયા

આ ઉપરાંત સૌથી મોટો ફાયદો આ જોગવાઇ મુજબ વાહનચાલકને એ થશે કે સારથિ-૪ સોફ્ટવેરમાં અગાઉ અંદાજે ૭૦૦ રૂપિયા જેવી માતબર રકમ લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થતાં પરત મળતી નહોતી. જે હવે ફરી લર્નિંગ લાઇસન્સ કરાવતી વખતે માત્ર ૧૫૦ રૂપિયા લર્નિંગ લાઇસન્સની ફી ભરવાની રહેશે. જો નાગરિક દ્વારા એક પણ વખત ટેસ્ટ આપવામાં નહીં આવ્યો હોય તો ટેસ્ટ ફીના પૈસા પણ ફરી વખત માન્ય રહેશે. લર્નિંગ લાઇસન્સ કઢાવ્યાથી એક વર્ષ સુધી જો કોઇ કાર્યવાહી નહીં કરે તો જ ફરી પૈસા ભરવાના થશે. સારથિ-૪ સોફ્ટવેર શરૂ થયાથી વર્ષો સુધી સરકારે નાગરિકો પાસે કરેલી ઉઘાડી લૂંટ ૨૯ સપ્ટેમ્બરે કરવામાં આવેલા આદેશ – પરિપત્રથી બંધ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો