બાળકને શરદી થઈ હોય તો કરો અળસીનો ઘરેલુ ઉપચાર, ગમે તેવી શરદી મટી જશે

બાળકોને શરદી થવી સામાન્ય છે. નાનપણમાં તેમની રોગપ્રતિકારક શક્તિ પણ પ્રમાણમાં નબળી હોય છે અને તેમને થોડી પણ ઠંડક લાગી જાય તો પણ તેમને શરદી થઈ જાય છે. બાળકની શરદીનો જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો બાળકને છાતીમાં કફ ભરાઈ શકે છે અને તેનું પરિણામ ઘણું ગંભીર હોઈ શકે છે. વળી સાવ નાના બાળકને નાક કે ગળફા વાટે કફ કાઢવાની ફાવટ નથી હોતી આથી તેમની શરદીનો સમયસર ઉપાય જરૂરી બની જાય છે.

ઘરેલુ ઉપચારઃ

ભારતીય ઘરોમાં બાળકને શરદી થાય ત્યારે સૂંઠ-હળદર ચટાડવાનો, અજમાની પોટલીથી શેક કરવાનો રિવાજ છે. પરંતુ આજે અમે તમને એક એવા ઉપચાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે શરદીમાં ખૂબ જ કારગત છે. તેનાથી બાળકને ગમે તેટલો કફ ભરાયો હશે તે મળ વાટે નીકળી જશે અને તમારુ બાળક ફરી હસતુ રમતુ થઈ જશે.

અળસીનો ઉપચાર

આયુર્વેદમાં અળશી એક એવી દવા છે જે શરદી કફનો જડમૂળથી નાશ કરે છે. હવે બાળકને શરદી થઈ હોય તો અળસી લઈ તેને મિક્સરમાં ક્રશ કરી પાવડર બનાવી નાંખો. હવે વાસણમાં થોડુ પાણી લઈને ઉકાળો. ઉકળતા પાણીમાં એક વાડકા જેટલો અળસીનો પાવડર નાંખો. થોડી વારમાં અળસીનો પાવડર અને પાણી ભેગા થશે એટલે લૂગદી જેવુ બની જશે.

શેક કરો

હવે આ લૂગદીને સુતરાઉ કપડામાં પાથરીને તેની પોટલી બનાવો. ધ્યાન રાખો, લૂગદીમાં પાણીનો ભાગ ન રહે, નહિં તો બાળક પાણીથી દાઝી શકે છે. હવે આ લૂગદીવાળી પોટલી બાળકની છાતી, પીઠ અને ગળાના ભાગ પર વારાફરતી મૂકો. પોટલી બાળકને સહન થાય તેટલી જ ગરમ હોવી જોઈએ. પોટલી ઠંડી થઈ જાય તો તમે અળસીની આ લૂગદીને થોડુ પાણી ઉમેરી ફરીથી ગરમ કરી શકો છો.

શું અસર થશે?

તમે અળસીની પોટલી બાળકની છાતી પર મૂકશો એટલે તેની ગરમથી બધો જ કફ છૂટો પડવા માંડશે. તમે ધ્યાનથી જોશો તો બાળકના મળમાં આ બધો જ કફ શરીરની બહાર ફેંકાઈ જશે. શરદીમાં આ ઉપચાર કરવાથી એક જ દિવસમાં તમારા બાળકને રાહત થશે અને બાળક હસતુ રમતુ થઈ જશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો