કોરોનાના દર્દીઓ પર ઈબોલા વાયરસની દવા કરી રહી છે અસર, શિકાગોમાં 125માંથી 123 દર્દીઓ સાજા થઈ ગયા

કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયા માટે એક સારી ખબર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાના ખાત્મા માટે તૈયાર કરાયેલી દવા રેમડેસિવિર (Remdesivir) કોરોના વાયરસના દર્દીઓ પર જાદુઈ અસર કરી રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોની આ જાહેરાત બાદ હવે આ મહામારી સામેની જંગમાં દુનિયાભરમાં આશાનું નવું કિરણ જાગી ગયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડોક્ટર એન્થની ફાઉસીએ કહ્યું, આંકડા બતાવે છે કે રેમડેસિવિર દવાનો દર્દીઓના સાજા થવા પર ખૂબ સ્પષ્ટ, પ્રભાવી અને સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, રેમડેસિવિર દવાનો અમેરિકા, યુરોપ અને એશિયાના 68 સ્થાનો પર 1063 લોકો પર ટ્રાયલ ચાલું છે. આ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે, રેમડેસિવિર દવા આ વાયરસને રોકી શકે છે.

રેમડેસિવિરે દુનિયાની ઉમ્મીદ વધારી

આ પહેલા રેમડેસિવિર દવા ઈબોલાના ટ્રાયલમાં ફેલ થઈ ગઈ હતી. આટલું જ નહીં WHOએ પણ પોતાના એક રિસર્ચ બાદ કહ્યું હતું કે વુહાનમાં આ દવાથી દર્દીઓની સ્થિતિ પર મર્યાદિત અસર થઈ હતી. વુહાનમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યો હતો. બીજી તરફ રેમડેસિવિર દવા પર થયેલી હાલની રિસર્ચ પર WHOના વરિષ્ઠ અધિકારી માઈકલ રેયાને કોઈપણ ટિપ્પણથી ઈનકાર કરી દીધો છે.

ડોક્ટર ફોઉસીના આ જાહેરાત બાદ સમગ્ર દુનિયામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેમણે આ જાહેરાત તેવા સમયે કરી છે જ્યારે કોરોનાના કહેરથી દુનિયામાં 228,239 લોકોના મોત થયા છે અને 32 લાખથી વધારે આ મહામારીથી સંક્રમિત છે. અમેરિકા કોરોના વાયરસનો ગઢ બની ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસથી 2502 લોકોના મોત થયા છે.

ઈબોલાની દવા તરીકે કરાઈ હતી વિકસિત

રેમડેસિવિર દવાને ઈબોલાની ડ્રગ તરીકે વિકસિત કરવામાં આવી હતી, પરંતુ માનવામાં આવે છે કે તેનાથી અન્ય પણ ઘણા વાયરસ મરી શકે છે. અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં કોરોનાથી જંગ લડનારી એક મહિલાએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે Remdesivir દવાથી તેના પતિ કોરોનાથી સાજા થયા. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે રેમડેસિવિર એક એવી દવા છે જેનાથી કોરોનાના ખાત્માની સંભાવના જોઈ શકાય છે. આ પહેલા અમેરિકાના શિકાગોમાં કોરોનાથી ગંભીર રીતે બીમાર 125 લોકોને રેમડેસિવિર દવા આપવામાં આવી હતી જેમાં 123 લોકો સાજા થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો