રિલાયન્સ ફાઉન્ડેશન શહીદોના બાળકો અને પરિવારની તમામ જવાબદારી ઉઠાવશે

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. તેનું કહેવું છે કે શહીદોના બાળકોના એજ્યુકેશન અને રોજગારની જવાબદારી ઉઠાવવા તે તૈયાર છે. આ સિવાય તે પીડિત પરિવારોની આજીવિકાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ લેશે.

1.3 અબજ હિન્દુસ્તાનીઓના દુ:ખમાં અમે સામેલઃ રિલાયન્સ ફાઉન્ડેશન

1.રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું છે કે જરૂરીયાત પડવા પર તેમની હોસ્પિટલો ઘાયલ જવાનોના ઈલાજ માટે તૈયાર છે. સરકાર કહેશે તો અમે બીજી જવાબદારીઓ પણ ઉઠાવીશું. 1.3 અબજ હિન્દુસ્તાનીઓના દુઃખમાં સમગ્ર રિલાયન્સ પરિવાર સામેલ છે.

2.રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું છે કે વિશ્વની કોઈ પણ ખરાબ તાકાત ભારતની એકતાને અને આંતકવાદને હરાવવાના સંકલ્પને તોડી શકશે નહિ. દેશ વીર જવાનોની શહીદીને ભૂલ શકશે નહિ. અમે ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છે.

3.ગુરૂવારે પુલવામાં ફિદાયીન હુમલામાં સીઆપીએફના 44 જવાનો શહીદ થયા હતા. ઘણા જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓના હુમલાની વિરુદ્ધ લોકોમાં ગુસ્સો છે. શહીદો અને ધાયલ જવાનોના પરિવારની મદદ માટે લોકો ઘણાં ઉત્સાહથી આગળ આવી રહ્યાં છે.
આનંદ મહિન્દ્રાએ પણ મદદની ચળવળ ચલાવી

4.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર દ્વારા શહીદોના પરિવારો માટે ફંડ એકત્રિત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે 50 લાખ લોકો 10-10 રૂપિયા પણ આપે તો 5 કરોડ રૂપિયા જમા થઈ જશે. તેમણે ટ્વિટર દ્વારા bharatkeveer.gov.in વેબસાઈટની લીન્ક પણ આપી છે. જેના દ્વારા મદદ આપી શકાય છે. જોકે આ વેબસાઈટ ઓપન થઈ રહી નથી. હેવી ટ્રાફિક તેનું એક કારણ હોઈ શકે છે.

અપોલો હોસ્પિટલ ઘાયલ જવાનોની ફ્રી સારવાર માટે તૈયાર

અપોલો હોસ્પિટલ ઘાયલ જવાનોની ફ્રી સારવાર માટે તૈયાર
5.દેશની અગ્રણી હોસ્પિટલ ચેન એપોલોએ કહ્યું છે કે તે સમગ્ર દેશમાં તેની હોસ્પિટલોના માધ્યમથી ઘાયલ જવાનોની મફત સારવાર માટે તૈયાર છે. અપોલોના ચેરમેન પ્રતાપ રેડ્ડીએ શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે અમે ભોગ બનનાર પરિવારોને સલામ કરીએ છીએ જેમણે દેશને આવા વીર પુત્રો આપ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો