મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા લોકોમાં ભારે આક્રોશ, ઉકળતા ચરૂ જેવી સ્થિતિ

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટડીયલ ડેથ મામલે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હરજુગ ગઢવીનું સાવવાર દરમીયાન મોત થતા સમાજના ભારે આક્રોશ જોવા મળી રહયો છે. મુન્દ્રા તાલુકામાં સમધોધા સ્થિત ઘરફોડ ચોરી મુદ્દે શકાના આધારે ત્રણ ગઢવી યુવકોની ઉઠાવી લોકઅપમાં ઢોર માર મારતા અરજણ ગઢવી નામના યુવક કસ્ટડીમાં મોત થયું હતું. પોલીસના માર કારણે અન્ય બે ઘાયલ થતા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દિવસથી હરજુગ સારવાર ચાલી રહી હતી. તેવામાં સારવાર દરમિયાન હરજુગ દમ તોડી દીધી છે. પોલીસ ઢોર માર કારણે બે યુવકોના મોતની ઘટના પગલે સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે.

કાયદો અને વ્યવસ્થાની રખેવાળી કરનાર જ્યારે પોલીસ કાયદાના દાયરામાં ન રહે, તો શું કરવું? જનતાની રક્ષાના શપથ લેનાર પોલીસ જ જ્યારે ભક્ષક બને તો શું કરવું? આવા જ સવાલો ઉદભવે તેવી ઘટના બની છે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં. સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે ઉઠાવેલા ત્રણ શંકાસ્પદ યુવકમાંથી બેના મોત થઇ ગયા છે. એ પણ પોલીસના અનામુષી ટોર્ચરથી. હરજોગ ગઢવીનું અમદાવાદની કિડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. હરજોગની 15 દિવસથી સારવાર ચાલી રહી હતી..

મૃતકના પરિવારે સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે. પરિવારના મતે પોલીસ દ્વારા હરજોગને ઢોર માર મારવામાં આવતો હતો. ગુપ્તાંગમાં કરંટ આપી તથા પેટ્રોલના પોતા મુકતા યુવકોના આવા હાલ થયા હતા. મૃતકના પરિવારજનોએ સીબીઆઇ તપાસની માગ કરી છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

પરિજનોનો ગંભીર આરોપ

ઘટનાની વિગત પ્રમાણે, પોલીસે અરજણ ગઢવી, હરજોગ ગઢવી અને શામરા ગઢવીને ઘરફોડ ચોરીના બનાવમાં શંકાસ્પદ આરોપી તરીકે ઉઠાવેલા. પૂછપરછના બહાને ત્રણેયને 8-9 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હતાં. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગુપ્તાંગમાં કરંટ આપી તથા પેટ્રોલના પોતા મુકતા યુવકોના આવા હાલ થયા હતા. પીડિતોના પરિજનોનો એવો પણ આરોપ છે કે, પોલીસ દ્વારા એ હદે માર મારવામાં આવ્યો હતો કે, તેમના પરિજનોના શરીરે 20-20 જેટલા ફેક્ચર થઈ ગયા હતાં. આ દરમિયાન ત્રણેયને ઢોર માર મારવામાં આવ્યો હતો. મારથી અધમુઆ થઈ ગયેલા અરજણ ગઢવીએ તો કસ્ટડીમાં જ દમ તોડી દીધો હતો. જ્યારે હરજોગ અગે શામરા ગઢવી નામના યુવકોને સારવાર માટે ભૂજ ખાતેની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અહીં હરજોગની તબિયત વધારે કથળતા તેને અમદાવાદ ખાતેની સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કિડની વિભાગમાં 15 દિવસની સારવાર બાદ હરજોગે દમ તોડી દીધો હતો. આમ કસ્ટોડિયલ ડેથનો મામલો બરાબરનો ઉછળ્યો છે.

લોકોના ખાખીને સણસણતા સવાલ

સમગ્ર ઘટનામાં 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પી.આઇ સહિત બે પોલીસકર્મીઓની ધરપકડ થઇ છે. ત્યારે અહીં સવાલ એ થાય કે માત્ર શંકાના આધારે પોલીસે ત્રણેય યુવકોને કસ્ટડીમાં કેમ લીધા? કેવી રીતે પોલીસ ફરિયાદ કે અરજી વગર શંકમદો સાથે આરોપી તરીકે વર્તે. શંકા હોય તો પૂછપરછ કરવાનો પોલીસને અધિકાર છે, પરંતું તેનો મતલબ એ નથી કે તમે કાયદામાં પણ ન રહે. ખાખીના રોફમાં ગુંડા જેવુ વર્તન કરતી મુંદ્રા પોલીસે સમગ્ર રાજ્યમાં પોલીસની છબી ખરડી છે. ત્યારે આવી હત્યારી પોલીસ સામે કડક કાર્યવાહી થાય તેવી જ માગ તેજ બની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો