38 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન, ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું

ઉત્તરાખંડી ગીતો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી રીના રાવતને ગુરુવારે હાર્ટ એટેક આવવાથી આકસ્મિક નિધન થઇ ગયું છે. પુષ્પા છોરી… ગીત પર અભિનયનના દમ પર ઓળખવામાં આવતી રીના રાવતાનું નિધનની ખબરથી ઉત્તરાખંડ ફિલ્મ અને સંગીત જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રીના ગત કેટલાક લાંબા સમયથી બીમાર હતી. રીના પુષ્પા છોરી… લોકગીત સિવાય ભગ્યાન બેટી, માયાજાલ, ફ્યોંલી જ્વાન હવેગી સુપરહિટમાં અભિનય કરી ચુકી છે.

રીના રાવતે ઉત્તરાખંડના કેટલાક દિગ્ગજ કલાકારોની સાથે કામ કર્યું છે. જેમા પન્નુ ગુંસાઇ, જયપાલ નેગી, ગીતા ઉનિયાલ સહિતના ઘણા નામ છે. 38 વર્ષની રીના નાની ઉંમરમાં સારી ઓળખ બનાવી હતી તેની સાથે તેણે લોક કલા અને સંસ્કૃતિના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

રીનાની સાથે ઘણા વીડિયો આલબમમાં કામ કરી ચુકેલા પન્નુ ગુંસાઇ તેમના ફેસબુક પેજ પર તેને યાદ કરતા લખ્યું છે કે 10 દિવસ પહેલા જ અમે મળ્યા હતા. જુના દિવસોની વાક કરીને કેટલું હસી રહી હતી તું. ક્યારેક ધર્મેન્દ્ર ચૌહાણને ચિઢાવતી, તો ક્યારેક મને હેરાન કરતી. સાથે ટિકટોક બનાવ્યા પરંતુ 12 માર્ચની સવારે ઉત્તરાખંડ ફિલ્મ જગતને હચમચાવીની મુકી દીધું, તુ અમને લોકોને હંમેસા માટે છોડીને જતી રહી ઉત્તરાખંડ તારા કરેલા કાર્યને હંમેશા માટે યાદ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની એક હોસ્પિટલથી રીનાનો ઇલાજ ચાલી રહ્યો હતો. વર્ષ 2005માં રીનાના લગ્ન થયા હતા તેનો એક પુત્ર પણ છે. રીનાના પતિ દીપક રાવત દિલ્હીમાં એક સરકારી વિભાગમાં કાર્યરત છે. વર્ષ 2000થી લગભગ 8-10 વર્ષ રીના રાવતે ઉત્તરાખંડ સિનેમામાં બહુ ચર્ચિત નામ રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો