જીમમાં જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, વડોદરામાં જીમ ટ્રેનરે યુવતી સાથે કર્યું આવું

વડોદરાના માણેજાના ફીટનેશ ઝોન જીમના ટ્રેઈનરની બિભત્સ માંગણીઓને તાંબે નહીં થતાં આરોપીએ યુવતીના મોંઢા પર એસિડી નાંખવાની તથા ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી.

તરસાલીની ૨૮ વર્ષિય યુવતીએ મકરપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સંકેત કોઠી માણેજાના શિવાભી લકઝુરિયા કોમ્પલેક્સના ત્રીજા માળે ફીટનેશ ઝોન નામનું જીમ ચલાવે છે. જેમાં ટ્રેનર દિવ્યકાંત સોલંકી મને કસરતને લગતું માર્ગદર્શન આપતો હતો. તેણે મારી સાથે મીઠી મીઠી વાતો કરી મિત્રતા કરી હતી. ત્યારબાદ તું મને ગમે છે, તેવી વાત કરતો હતો. એક વખત હું જીમમાંથી નીકળીને ઘરે જતી હતી, ત્યારે ડીકેને બીજી છોકરી સાથે જોયો હતો. જેથી મેં તેને તારી પર વિશ્વાસ આવે તેમ નથી, તેમ કહી મિત્રતા ઓછી કરી નાંખી હતી.

દરમિયાન જુન – ૨૦૧૯માં હું ચાંદીની વીટી જીમમાં ભુલી ગઈ હતી. જે વીટી લેવા મોડીસાંજે જીમમાં ગઈ હતી, તે વખતે ડીકેએ હું મારા ઘરેથી કંટાળી ગયો છું, ડિપ્રેશનમાં છું, આત્મહત્યા કરી લઉ તેવું થાય છે, તેવી વાતો કરતાં કરતાં મારો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. જેથી મે તેને ધક્કો મારતાં ડીકેએ નીચે પડી બેહોશ થવાનું નાટક કર્યું હતું. ત્યારબાદ જુલાઈ મહિનામાં પણ લેડીઝ રૂમમાં આરોપી ડીકેએ મારી આબરૂ લેવાની કોશિષ કરી હતી. મેં બુમાબુમ કરી હતી. પરંતુ મેનેજર નિલેશ કે સિક્યોરિટી ગાર્ડ પણ તેની મદદે આવ્યા ન હતા. તું મારી સાથે સબંધ નહીં રાખે તો તારી ફોટો અને વીડિયો વાઈરલ કરી દઈશ તેવી ધમકી આપી મને બેંચ પર સુવડાવી દીધી હતી. તે વખતે પણ હું આરોપીની ચુંગલમાંથી છુટી ભાગી ગઈ હતી. આખરે, મેં કંટાળી જીમ સંચાલક સંકેત કોઠીને વાત કરી હતી, પરંતુ તેણે હું ડીકે અને નિલેશને જીમમાંથી કાઢવાનો નથી, આ બંને મારા માણસો છે, તારાથી થાય તે કરી લે હું કોઈને કંઈ કહેવાનો નથી. તે પછી ડીકેએ યુવતી, માતા અને બહેના મોંઢા પર એસીડ નાંખીને ચહેરો બગાડી દેવાની ધમકી આપી હતી. જીમમાં ખરાબ ધંધા ચાલે છે, તેવી વાત તું લોકોને કરી છે. તું ફરિયાદ કરશે તો મકરપુરા પોલીસ અમારા ખિસ્સામાં છે, તેઓ અમારું કંઈ બગાડશે નહીં, તેવી પણ શેખી મારી હતી.

દિવ્યકાંત પાસે ટ્રેનરના અનુભવનું સર્ટિફિકેટ નથી

આરોપી દિવ્યકાંત પાસે કોઈપણ જાતનું અનુભવ સર્ટી નથી. તેમજ તેણે કસરતની તાલીમ આપવાનો પણ કોઈ કોર્સ કર્યો નથી, તેમ છતાં છોકરીઓને તાલીમ આપતો હતો. જીમમાં દોઢ સો જેટલી યુવતીઓ કસરત કરવા આવે છે. આરોપીઓના ત્રાસથી કંટાળીને માણેજા ખાતેનું મકાન ખાલી કરી યુવતી તેની માતા સાથે તરસાલી વિસ્તારમાં રહેવા જતી રહી હતી, તેમ છતાં આરોપીઓએ તેનો પીછો છોડયો ન હતો.

અગર હમ કો કુછ હુઆ તો તુભી ખુશ રહ નહીં પાયેગી

આરોપી દિવ્યકાંત ઉર્ફે ડીકેએ યુવતીને મેસેજ કરી ધમકી આપી હતી કે, માના કે મેને તુમ્હારે સાથ, દો તીન બાર ટેરેસ ઓર વોશરૂમ મેં જબરજસ્તી કી, ઓર તુમ્હારે કપડે નિકાલને કી કોશિષ કી, મેં ગુસ્સે મેં થા, તો ઐસા હો ગયા, પ્લીઝ મુઝે માફ કર દે, ઓર યે કેસ વાપસ લે લે, ઓર હાં મેને ઓર નિલેશને તુમ્હે પરેશાન સીર્ફ સંકેત કે કહેને પર હી કિયા, બિકોઝ તુમને જીમ કી કમ્પેલઈન કી થી, વો અપના જીમ બચાને કે લીયે કુછ ભી કરેગા, અગર હમ તીનકો કો કુછ હુઆ તો યાદ રખના કે તુભી ખુશ રેહ નહીં પાયેગી, જીસ ચહેરે પે ઈતના ઘમંડ હે, ઉસ ચહેરે કો એસીડ ડાલકર બીગાડ દુંગા, નહીં તો તેરી મમ્મી યા સિસ્ટર કા ચહેરા બીગડ જાયેગા, મેરી ગેંગ કે બારે મેં તો પતા હી હે ના તુજે, જહાં જહાં જાતી હે, મેરે લોગ આજ ભી ફોલો કરતે હે, તુ યે કેસ વાપસ લે લે, ઓર મુજે નિલેશ ઓર સંકેત કો માફ કર દે પ્લીઝ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો