દિવાળી સ્પેશ્યિલ: સ્વાદિષ્ટ ભાખરવડી બનાવવા માટે નોંધી લો સહેલી રીત

દિવાળી સમયે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ સહેલી છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ ઘરે ભાખરવડી બનાવવાનો ટ્રાય કરવાનું મન થઈ જશે.

સામગ્રી

 • 1 કપ – ચણાનો લોટ
 • 1 કપ – ઘઉંનો લોટ
 • 2-3 મોટી ચમચી – તેલ
 • 4 સૂકા – લાલ મરચા
 • 1 ચમચી – હળદર
 • 1 ચમચી – ખાંડ
 • 1 નાની ચમચી વરિયાળી
 • 1 ચપટી – જીરુ
 • સ્વાદાનુસાર – મીઠું
 • તળવા માટે – તેલ
 • ખસખસ, આખા ધાણા
 • સૂકા નારિયેળનું છીણ
 • ગરમ મસાલો
 • આમચૂર પાવડર

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.ભાખરવડીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરવા માટે મિડીયમ ગેસ પર પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેમાં વરિયાળી, જીરુ, લાખ સૂકા મરચા, આખા ધાણા નાંખીને તેને શેકી લો અને તેને પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે આ મસાલો ઠંડો પડે ત્યાં સુધી પેનમાં તલ, ખસખસ, નારિયેળનું છીણ નાંખીને તેને શેકી લો. એક પ્લેટમાં આ મિશ્રણ કાઢીને ગેસ બંધ કરી દો. આ બંને ઠંડા પડે એટલે તેને ભેગા કરી તેમાં ખાંડ, મીઠુ, આમચૂર પાવડર, હળદર અને ગરમ મસાલો નાંખીને તેને મિક્સરમાં કરકરો પીસી લો. તમારો ભાખરવડી બનાવવાનો મસાલો તૈયાર છે.

હવે સામગ્રી અને લોટને ત્રણ સરખા ભાગમાં વહેંચી લો. લોટના પહેલા ભાગમાંથી થોડી મોટી રોટલી વણી લો અને તેના પર થોડુ પાણી લગાવો. આ રોટલી પર તૈયાર કરેલો મસાલો સરખા ભાગમાં ફેલાવી દો. મસાલો ફેલાવ્યા પછી રોટલીનો થોડો પતલો રોલ તૈયાર કરો. આ રોલ બની જાય પછી તેની બંને બાજુ થોડુ પાણી લગાવી રોલને ચોંટાડી દો. ખાસ ધ્યાન રાખો કે રોલ ટાઈટ જ બને. આ રીતે રોલ તૈયાર થઈ જાય પછી તેને ચપ્પુથી સરખા નાના નાના ભાગમાં કરી લો અને તેને તે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તેલમાં તળી લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો