ગુજરાત સરકાર કેમ કરે છે ફિક્સ-પેથી ભરતી? તેનું કારણ તમારાં ગળે નહીં ઉતરે, જાણો શું આપ્યું કારણ

સુપ્રિમ કોર્ટમાં સેંકડો મુદ્દતો પછી ગુજરાત સરકારે ફિક્સ વેતન નીતિ સામેના કેસમાં એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં સરકારે રાજકોષિય નીતિઓ હેઠળ રાજ્યનું જાહેર દેવું અને બજેટમાં મહેસૂલી ખાદ્ય ઘટાડવા ફિક્સ પે પોલિસી- FPSથી કર્મચારીઓની ભરતી કર્યાનું જણાવ્યુ છે. આથી, FPSના કર્મચારી અને નિયમિત અર્થાત રેગ્યુલર કર્મચારીઓ એક સમાન નથી !

ફિક્સ-પે પોલિસીને બરખાસ્ત કરી ‘સમાન કામ- સમાન વેતન’ના સિધ્ધાંતે કર્મચારીઓને ન્યાય આપવા ગુજરાત હાઈકોર્ટે આપેલા ચૂકાદાનો ગુજરાત સરકારે સુપ્રિમમાં પડકાર્યો છે. વર્ષ ૨૦૧૨થી ચાલી રહેલી આ ન્યાયિક પ્રક્રિયા આખરી તબક્કે છે, સુપ્રિમમાં એફિડેવિટ કરીને ગુજરાત સરકારે નક્કર તથ્યોને બદલે ગોળગોળ વાત કરી છે. તેવી હૈયાવરાળ ટીમ ફિક્સ-પે સહિતના રાજ્યના લાખો કર્મચારીઓ ઠાલવી રહ્યા છે.

સરકારે આ એફિડેવિટમાં જણાવ્યુ છે કે, આ કાયદાના અમલ પછી સરકારે ૧૬મી ફેબ્રુઆરી ૨૦૦૬થી ફિક્સ પે સ્કિમ- FPS શરૂ કરી હતી. આથી, વર્ષ ૨૦૦૬થી ૨૦૦૯ વચ્ચે FPSથી સરકારમાં વિવિધ જગ્યાએ ૨,૭૩,૨૭૩ કર્મચારીઓ નિમણૂંક પામ્યા હતા. જો FPS લાગુ ન થઈ હોત તો સરકારમાં માત્ર ૧,૦૯,૩૦૬ કર્મચારીઓને જ નોકરી આપી શકાઈ હોત ! તો રોજગારીમાં ઘટાડો થાત. આ રીતે ૧૨માં નાણા પંચની ભલામણોને સ્વિકારીને સરકારે દેવા રાહત પેકેજનો લાભ લીધો હતો. તેના કારણે વર્ષ ૨૦૧૦માં દેવું અને વ્યાજની ચૂકવણીમાં રૂ.૩૯૭૨ કરોડની બચત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો