બધાને ખબર છે કે ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના મુખ્યમંત્રી હશે, જાતે સરકાર ચલાવવાના હોય તો સ્ટેડિયમનું નામ બદલી બતાવેઃ ઈસુદાન ગઢવી

આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ મુખ્ય કાર્યાલય ખાતે યોજાવેલ એક પત્રકાર પરિષદમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં એક મોહરા રીતે ચીફ મિનિસ્ટર બનાવામાં આવે એ ગુજરાત રાજ્યની જનતા માટે બહુજ હાસ્યપ્રદ અને આપમાનજનક બનાવ છે. બધાને ખબર છે કે હવે ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના મુખ્યમંત્રી હશે અને અમિતભાઇ શાહ અને સી.આર.પાટીલ જ પાછળથી ચલાવશે. મોટો પ્રશ્ન છે કે, આટલા સિનિયર કદના નેતા નીતિનભાઈ જેને રાજ્ય માટે આટલો અનુભવ છે એમને મુખ્યમંત્રી કેમ ના બનાવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભૂપેન્દ્રભાઈને કોઈપણ નિર્ણય લેવા દિલ્હી ફોન કરવો કરશે
ખરેખરમાં ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ છે. વિજય રૂપાણીના પાંચ વર્ષ પુરા થતા એને ઉજવણી માટે કરોડો રૂપિયા ઉડાવ્યા એટલે ગેસ ના ભાવમાં 25 રૂપિયા વધાર્યા અને પેટ્રોલ પણ મોંઘુ કર્યું. હવે પરિસ્થિતિ વધારે ખરાબ થશે કારણકે ભુપેન્દ્રભાઈને કઈ પૂછવું હશે અને નિર્ણય લેવું હશે તો પેહલા એને દિલ્હી ફોન કરવો પડશે. તેઓ સીધો નિર્ણય નહીં લઇ શકે. આપરા માટે સૌથી મોટી વિડંબના એ છે કે બિન અનુભવી અને નબળા મુખ્યમંત્રીના લીધે ગુજરાત રાજ્યનું પ્રગતિ અને પહેલા થી જ નથ દેખાતું વિકાસ હવે પાંચ વર્ષ પાછળ જતું રહેશે. નવા મુખ્યમંત્રીના પબ્લિસિટી અને હોર્ડિંગ્સ માટે ઉજવણી થશે અને આપરા ખીસામાં થી ફરી બીજા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. ભાજપ સરકાર બધાને ગુમરાહ કરવાનું બંધ કરે

6000 બંધ સ્કૂલો ચાલુ કરી બતાવે નવા મુખ્યમંત્રી
અમે નવા મુખ્યમંત્રીને ચેલેન્જ આપીયે છે કે, તાકાત હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરી બતાવે. જે 6000 સ્કૂલો બંધ કરી છે એ ચાલુ કરી બતાવે. અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામે છે એમના પરિવારો ને સહાય કરે. કોરોના માં આખું વિશ્વનું અને મારા ગુજરાતી ભાઈયો અને બહેનોનું બહુ આર્થિક નુકસાન થયું અને હવે ગણપતિ દાદાના આશીર્વાદ થી જયારે અમે ફરી વેપાર અને રોજગાર ચાલુ કરવા નીકળ્યા છીએ એ સમયમાં સત્તાવાર પાર્ટી દ્વારા રચાયેલું આવા પોલિટિકલ નાટક આપરા ગુજરાત રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો