શું 2000 રૂપિયાની નોટ સાચે બંધ થવા જઈ રહી છે? સાચી હકીકત શું છે જાણો અને શેર કરો

સોશિયલ મીડિયા પર એક મેસેજ હાલ ઘણો ઝડપી વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક 31 ડિસેમ્બરથી ચલણમાંથી 2 હજારની નોટ બંધ કરવા જઈ રહી છે અને તેની જગ્યાએ 1લી જાન્યુઆરી 2020થી એક હજારની નવી નોટ અમલમાં લાવશે. આ સાથે 31 ડિસેમ્બર બાદ તમે તમારી 2000 રૂપિયાની નોટ બદલી નહીં શકો. ઉપરાંત માત્ર 50,000 રૂપિયા સુધી બે હજારની નોટ બદલી શકાશે.

RBIએ બંધ કરી પ્રિંટ:

મીડિયા રિપોર્ટ મુજબ RBIએ ઓક્ટોબરમાં જ 2000 રૂપિયાની નોટની પ્રિટિંગ બંધ કરી હતી. જેના પછી આ અફવા ફેલાઈ હતી કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે. જોકે આ અફવા આગની જેમ ફેલાતા 5 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના પત્ર સૂચના કાર્યાલય(PIB) એ ટ્વીટ કરી માહિતી આપી કે આ સમાચાર સંપૂર્ણ રીતે એક અફવા છે કે RBI 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ કરવા જઈ રહી છે

RBIએ પણ ગણાવી હતી અફવા:

રિપોર્ટ પ્રમાણે આરબીઆઈએ પણ આ વાતને નકારી હતી. કેન્દ્રીય બેંકે એક નિવેદન જાહેર કરી કહ્યું કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની વાત માત્ર એક અફવા છે. બેંકે આ અંગે કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન જાહેર કર્યુ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો