બેંક હવે સમય પહેલાં લોનની ચુકવણી પર નહીં લઈ શકશે વધુ ફી: RBIએ આપી રાહત

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંક અથવા વગર બેન્કિંગની નાણાકીય કંપનીઓ, સામાન્ય ઉપભોક્તાઓ દ્વારા ફ્લોટિંગ દર પર લીધેલી લોનને સમય પહેલાં ચૂકવણી કરીને લોન પૂરી કરી દે તો તેના પર વધારોનો કોઈ ચાર્જ નહીં લાગે. RBI એ શુક્રવારે 2 અલગ અલગ સૂચનાઓ જાહેર કરીને બેંકો અને NBFCને આ સંદર્ભમાં વસૂલવામાં આવતા ચાર્જ પર સ્પષ્ટતા માંગી છે. RBIએ જણાવ્યું કે, કોઈ વ્યક્તિ દ્વારા કારોબાર સિવાયના અન્ય કોઈ પણ ઉદ્દેશ્ય માટે ફ્લોટિંગ દર પર લીધેલી લોન માટે બેંક અને NBFC સમયથી પહેલાં તમામ ચૂકવણી કરીને ખાતું બંધ કરાવનાર પાસેથી કોઈ વધારાનો ચાર્જ લઇ શકાશે નહીં.

બધીજ પ્રકારની લોન પર ફાયદો થશે 

કેન્દ્રીય બેંકની આ સૂચનાથી હોમ અને વ્હીકલ લોન લેનારા વ્યક્તિઓને ફાયદો મળશે. કેટલીક વખત ગ્રાહકો તમામ વ્યાજનું ઋણ એક સાથે ચૂકવીને લોનની રકમ પરના વ્યાજને બચાવવા માંગે છે. પરંતુ તેના માટે અગાઉ વધારાનો ચાર્જ એટલો હતો કે તેને જોઈ ગ્રાહકો પોતાનું મન બદલી નાખતા હતા. સરકારની આવી જાહેરાતથી શિક્ષા અને પ્રાઇવેટ લોન લેનારા લોકોને પણ ફાયદો થશે.

7 બેંકો પર 11 કરોડ રૂપિયાનો દંડ લાગ્યો 

RBIએ સાત બેંકો પર જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કુલ 11 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ અલાહબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને 2 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક તેમજ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પર 1.5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સાથે જ ઓરિઅન્ટલ બેંક ઓફ કોમર્સ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

આ બેંકોની ખાતાવહીઓની તપાસ દરમિયાન જાણ થઇ હતી કે, ચાલુ ખાતું ખોલવા માટે અને તેના પરિચાલન માટે, બિલો પર ડિસ્કાઉન્ટ, ફ્રોડની રિપોર્ટ અને બેલેન્સ શીટની તારીખ પર જમા કરવી પડતી રકમ જેવી બાબતોને લઈને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો