ભૂત-તાંત્રિકથી સાવધાન! ‘પિતા-પુત્ર પર ચૂડેલનો પડછાયો છે’ તાંત્રિકે એવું કહેતા સંંબંધીઓએ માર મારી બંનેને પતાવી દીધા

મધ્યપ્રદેશના રતલામમાં તાંત્રિક દ્વારા ભડકાવ્યા બાદ ચૂડેલના શિકાર સંબંધમાં બે લોકોની હત્યા કરાઈ છે. માર્યા ગયેલા બે લોકોમાં એક પિતા અને બીજો તેનો 3 વર્ષનો પુત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના સબંધીઓએ તેમની હત્યા કરી છે. માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ રાજારામ ખરાડી (32) તરીકે થઈ છે. તેમણે બીએચએમએસનો અભ્યાસ કર્યો.

ખરેખર, આ પરિવારને એક તાંત્રિકે કહ્યું હતું કે, રાજારામ પર ડાયન અને ચૂડેલનો પડછાયો છે. બસ અંધશ્રદ્ધામાં રાજારામના પરિવારના સભ્યોએ તેમને માર માર્યો હતો. આ ઘટના શિવગઢના થિકરીયા ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ગામમાં રાજારામના ઘરે બે લગ્ન હતા. એક લગ્ન રાજારામની બહેન અને બીજા તેની ભાણીના હતા. બંનેના લગ્નની તૈયારી ઘરમાં ચાલી રહી હતી. તે દરમિયાન તાંત્રિકની સૂચનાથી ઘરમાં તંત્ર-મંત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તાંત્રિકે તંત્ર-મંત્ર કર્યા પછી કહ્યું કે, રાજારામ અને તેના પુત્ર પર આ મકાનમાં ડાયન અને ચૂડેલનો પડછાયો છે. આ પછી સંબંધીઓએ રાજારામ અને તેના પુત્ર સાથે એટલી મારપીટ કરી કે, બંનેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં શિવગઢ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેણે બંનેના શબને પોતાના કબજામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ ડબલ મર્ડર અંગેની માહિતી મળતાં શિવગઢ પોલીસ સ્ટેશનના એસપી ગૌરવ તિવારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ ઘટનાની પુષ્ટિ કરી છે. એસપીના જણાવ્યા મુજબ, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાંત્રિકે કહ્યા પછી જ હત્યા થઈ છે. હાલ પોલીસ ટીમ તે તાંત્રિકની શોધ કરી રહી છે, જેણે બન્ને પર ડાયન અને ચૂડેલ હોવાની વાત કરી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન કેટલાક લોકોની અટકાયતમાં પુછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ખૂબ જલ્દીથી અમે દોષિતોને પકડી લઈશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો