અમદાવાદના પાલડીની ગોપી સ્વીટ માર્ટમાં જાહેર શૌચાલયમાં તૈયાર થાય છે રસ મલાઈ, વીડિયો જોઈને આવશે ઉબકા

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ ખાસ કરીને રસ મલાઈ જાહેર શૌચાલયમાં બનતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો હર્ષેન્દુ ઓઝા નામના વ્યક્તિએ ફેસબૂક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ હરકતમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાહેલ્થ વિભાગે માત્ર રૂ.5000નો દંડ કર્યો છે.આ મામલે હેલ્થ વિભાગના ડો. ભાવિન જોશીએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું રજા ઉપર છું. મેં માહિતી આપી દીધી છે.

હર્ષેન્દુ ઓઝાએ શૌચાલયમાં બની રહેલી રસ મલાઈ અંગે કરેલી ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે, તમેં સુમધુર મીઠાઈ ખાવાના શોખીન છો તો જુઓ અમદાવાદની પ્રખ્યાત ગોપી સ્વીટ (ધરણીધર દેરાસર, મંગલ તીર્થ ફ્લેટ, પાલડી) રસમલાઈની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે એ જરા ધ્યાનથી જુઓ અને સાંભળજોઅને પછી નક્કી કરજો કે તમને આપવામાં આવતી મીઠાઈ કેવી રીતે બને છે. આ વીડિયો રજૂ કરવાનો ઉદેશ માત્ર જાગૃતતા માટેનો જ છે અને હા દુકાનના માલિક મહાશયે એવી ધમકી આપી કે થાય એ કરી લેજો.

આજકાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ તેનાથી કોઈને કંઇ ફર્ક પડતો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાત્કાલિક એક્શન લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે માત્ર રૂપિયા 5000નો દંડ ફટકાર્યો છે.<આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પાલડીની ગોપી સ્વીટને આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં ગંદકી વચ્ચે મીઠાઈ બનાવવાનો વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગે ગોપી સ્વીટમાંથી મીઠાઈના સેમ્પલ લીધા હતા. બીજી બાજુ ગંદકી વચ્ચે મીઠાઈ બનાવવાનો વીડિયો વાયરલ થતા તંત્ર સફાળું જાગ્યું હતું અને ગોપી સ્વીટ માર્ટને રૂ.5 હજારનો દંડ અને નોટિસ ફટકારી હતી. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો