ખંભાળીયા બન્યું રશિયન યુવતીનું પિયર, ગર્ભવતી યુવતીની મા જેમ સંભાળ રાખતું સરકારી વહીવટી તંત્ર

કોવીડ-19ના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વ આજે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અમારા દેશમાં પણ કોરોના વાયરસ ફેલાયેલ છે. કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અમો બીજી માર્ચથી અહીંયા દ્વારકામાં છીએ. મારી પત્ની ગાલીનાને છ મહિનાની પ્રેગ્નન્સી છે.જેથી મેડીકલને લગતી તમામ સુવિધાઓ ગુજરાત સરકાર, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘર જેવી સુવિધા આપવામાં આવે છે.’ આ શબ્દો છે લોકડાઉન દરમ્યાન દ્વારકામાં રોકાયેલા રશિયન કમ્યુટર એન્જીનિયર ઝયુઝીન વીટાલીના.ભારતના ધાર્મિક યાત્રાસ્થાનોની મુલાકાતે આવેલું આ દંપતી 13 ઓક્ટોબર 2019નાં રોજ ભારતમાં દિલ્હી ખાતે ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ વારાણસી,અયોધ્યા, હરીદ્વાર, બદ્રીનાથ, ગોકરનાથ(કર્ણાટક), ઉજ્જૈન અને ત્યાર બાદ તા. 2 માર્ચ 2020ના રોજ શ્રીકૃષ્ણ નગરી દ્વારકાના દર્શનાર્થે આવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રશિયન દંપતી અને તેમના 6 વર્ષના બાળક સાથે દેવભૂમિ દ્વારકામાં રોકાઈ જતા ગુજરાત સરકારના વહીવટીતંત્ર દ્વારા રશિયન પરિવારની સારસંભાળ અને દરકાર લઈને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ પરિવારમાં કુલ 3 સભ્યો છે. જેમાં 28 વર્ષીય ઝયુઝીન ગાલીના જે એક રશિયન પેઈન્ટર અને એક બાળકની માતા હોવા ઉપરાંત છ માસની ગર્ભવસ્થા ધારણ કરેલ છે, તેના કમ્યુટર એન્જીનિયર પતિ ઝયુઝીન વીટાલી અને ત્રણ વર્ષનો પુત્ર સ્કવીઅટોસ્લવનો સમાવેશ થાય છે.

સમગ્ર પરિવારજનોને અહીંનું વાતાવરણ ખૂબ ગમી જતા વીટાલી વધુમાં કહે છે કે, ‘દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ ન હોવાથી અમારો પરીવાર અહિયા શાંતી અને સલામતી અનુભવી રહ્યા છીએ. અમારા ત્રણ વર્ષના પુત્ર સ્કવીઅટોસ્લવને દ્વારકામાં ખુબ જ ગમી ગયું છે. અમારા વતન મોસ્કો પાછા જવાની ઇચ્છા નથી થતી. તેમજ અમારા આવનાર સંતાન માટે અહિંનું આધ્યાત્મિક વાતાવરણ અને સકારાત્મક્ત ઉર્જા પ્રદાન કરતું વાતાવરણ ખુબ જ મહત્વનો ભાગ ભજવશે. અહિંયા અમને ખૂબ જ સારી સુવિધા આપવામાં આવી છે. દ્વારકા વહિવટીતંત્રના લોકો ખુબ જ માયાળુ છે અને અમારી ખુબ જ કાળજી કરે છે.’

દ્વારકા તાલુકા હેલ્થ ઓફીસર અંકિતા ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, અમે રશીયન ફેમિલીની સમયાંતરે વિઝીટ કરીએ છીએ. ગાલીના બહેનને છ મહિનાની પ્રેગનન્સી છે. જેને રેગ્યુલર મેડીસીન અને બીજી કોઇ આરોગ્યને લગતી જરુરીયાત હોય તો અમે મદદરૂપ થતા રહીએ છીએ. અત્યાર સુધીમાં તેમની સોનોગ્રાફી અને બ્લડ રીપોર્ટ કરાવેલ છે. સોનોગ્રાફી તથા બ્લડનાં એમ બંને રીપોર્ટ નોર્મલ આવવાથી જન્મનાર બાળક અને માતા બંનેની તંદુરસ્તી સારી છે. જે એક ખુશીની બાબત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો.અંકિતા ગૌસ્વામી સમયાંતરે આ રશિયન દંપતી જ્યાં હાલ તુરત નિવાસ કરે છે ત્યાં રૂબરૂ જઇને સગર્ભા રશિયન મહિલાની આરોગ્ય તપાસ કરે છે. જરૂરી દવા આપે છે.મામલતદાર બારહટે જણાવ્યું હતુ કે, જેટલા વિદેશીઓ, યાત્રાળુઓ તરીકે અહી દ્વારકામાં આવ્યા છે અને કોવીડ-19ના કારણે અમલીકૃત લોકડાઉનમાં ફસાયા છે, એ તમામ લોકોની કાળજીના ભાગરૂપે તેઓ જયાં વસવાટ કરી રહયા છે તેની મુલાકાત લઇને તેઓની ફુડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

દ્વારકામાં આ રશિયન પરિવાર વ્રજધામ સોસાયટીમાં રહે છે. જાતે જ પોતાનો ખોરાક રાંધી લે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી જેને પરિણામે આ રશિયન પરિવાર અહીં શાંતી અને સલામતીનો અનુભવ કરે છે. તેઓનો પોતાનો નિર્ણય છે કે અત્રે કોરોનાના કેસ ન હોવાથી અહીં રોકાવા માંગે છે. જેથી તેના ફુડની તથા મેડીકલ ચેકઅપ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું.દ્વારકામાં રશિયાના એક ગીલબટ વીટાલી અને ઇટાલીના ફેલ્સસી નામના નાગરિક પણ લોક ડાઉનને લીધે રહે છે તેમની પણ દેખરેખ સારસંભાળ રાખવામાં આવે છે.દ્વારકામાં રોકાવા અંગે ઝયુઝીન ગાલીનાએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી. લોકડાઉન પુરૂ થયા બાદ જ અમો અહીંથી જઇશું તેમ જણાવી રશિયન પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો