સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા ‘રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં વધુ પ્રસરાવવા અમે આ સંગઠનની સ્થાપના કરેલ છે. જેના માધ્યમથી માત્ર પાટીદારો જ નહીં દરેક સમાજોને સાથે રાખી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

તા. ૭ ના રવિવારે પ્રથમ ચરણમાં પૂર્વ સૈનિકોનો સન્માન સમારોહ ગોઠવેલ છે. વિરાણી બહેરા મૂંગા શાળા, ઢેબર રોડ ખાતે સવારે ૧૧ વાગ્યે દિવ્યાંગ બાળકોની વચ્ચે આયોજીત આ સમારોહ દરમિયાન સંસ્થાના હોદેદારો હોદા ગ્રહણ કરશે.

આગામી દિવસોમાં રકતદાન કેમ્પ, મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમમાં સેવાકાર્યો હાથ ધરાશે.

રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠન (RLPS) દ્વારા આવનાર 07/04/2019 ના રોજ પૂર્વ સૈનિકોનો સન્માનનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકોની વચ્ચે યોજેલ છે. તો આપ સૌને સૈનિકો તથા દિવ્યાંગ બાળકો નો ઉત્સાહ હાજર રહી વધારવા ભાવભર્યું આમંત્રણ છે.

સંસ્થાના પ્રમુખ તરીકે પ્રદિપ લીંબાસીયા, ઉપપ્રમુખ તરીકે હિમાંશુ તોગડીયા, મંત્રી તરીકે ભાર્ગવ ઘેલાણી, સહમંત્રી તરીકે સંદીપ રામાણી, ખજાનચી તરીકે દુર્ગેશ લુણાગરીયા, કારોબારી સભ્યો તરીકે શૈલેષ લીંબાસીયા અને ધર્મેશ ચોવટીયાની વરણી કરવામાં આવી છે.સંસ્થાની પ્રવૃત્તિઓમાં સહયોગી બનવા મો.૯૦૯૯૯ ૦૯૮૯૪ અથવા મો.૯૯૨૪૦ ૪૬૪૬૬ ઉપર સંપર્ક કરવા હાર્દીક સ્થાપક અધ્યક્ષ હાર્દીક બોરડે જણાવેલ છે.તસ્વીરમાં સંસ્થાનો હેતુ અને કાર્યો વર્ણવતા સંગઠનના યુવા આગેવાનો નજરે પડે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો