અમદાવાદમાં અનેરાં લગ્નનો કિસ્સો સામે આવ્યો, બપોરે 3 વાગ્યે લગ્ન, સાંજે 7 વાગ્યે રિશેપ્સન અને ઝઘડો થતાં રાતે 3 વાગ્યે છૂટાછેડા

હાલમાં ચાલી રહેલા લગ્નગાળા વચ્ચે અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. તેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા, જાનૈયા તેમજ કન્યાપક્ષના મળીને 300 માણસોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંને પક્ષના સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા ચાલી હતી, પરંતુ રાતે 3 વાગ્યે બંને પક્ષના સભ્યો તેમજ વરરાજા અને કન્યા છૂટાછેડા માટે સંમત થતાં મામલો થાળે પડ્યો હતો.

દિલ્હીથી આવેલા વરરાજા એ બપોરે 3 વાગ્યે પાર્ટી પ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા

સોલા હાઈકોર્ટ વિસ્તારમાં રહેતા શ્રીમંત સિંધી પરિવારની યુવતીનું લગ્ન દિલ્હીના યુવાન સાથે નક્કી કરવામાં આવ્યું હતું. જો કે સોલા હાઈકોર્ટ વિસ્તારમાં જ આવેલા એક પાર્ટી પ્લોટમાં તાજેતરમાં બંનેનાં લગ્ન યોજાયાં હતાં. દિલ્હીથી આવેલા વરરાજા એ બપોરે 3 વાગ્યે પાર્ટી પ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સાંજે 7 વાગ્યે તે જ પાર્ટી પ્લોટમાં બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. જેમાં લગભગ 8 વાગ્યે દૂધ પીવાની વિધિનો વરરાજાએ વિરોધ કર્યો હતો.

300 માણસોનું ટોળું રાતે 9 વાગ્યે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યુ

શરૂઆતમાં આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે મજાક-મસ્તી થઇ હતી. પરંતુ આ મુદ્દે 1 કલાક સુધી રકઝક બાદ બોલાચાલી અને ઝઘડો થતાં મામલો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં વરરાજા-કન્યા માતા-પિતા-સગાં સંબંધી સહિત 300 માણસોનું ટોળું રાતે 9 વાગ્યે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યુ હતું. જેમાં સમાજના આગેવાનો તેમજ બંને પરિવારના સભ્યોએ મધ્યસ્થી બનીને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.પરંતુ વરરાજા અને કન્યા ટસથી મસ થયા ન હતા.

સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજા એ જણાવ્યું હતું કે રાતે 3 વાગ્યા સુધી ચાલેલી ચર્ચા-વિચારણાના અંતે વરરાજા-કન્યાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશન આવ્યો હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. બંને પક્ષના સભ્યોએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દેતા બંને પક્ષના નિવેદન લઇને તેમને જવા દીધા હતા.

જાનૈયા કન્યાને લીધા વગર જ જતા રહ્યા 

રાતે 3 વાગ્યે વરરાજા અને કન્યાએ છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધા બાદ વરરાજા – જાનૈયાઓને લઇને કન્યાને લીધા વગર દિલ્હી જતો રહ્યો હતો.

આગેવાનોએ સમજાવ્યા છતાં બંને પક્ષ ન માન્યા

લગ્નનો મામલો છૂટા છેડા સુધી પહોંચી જતા યુવાન-યુવતીની જીંદગી બગડે નહીં તે માટે સમાજના કેટલાક આગેવાનો-પોલીસે સમજાવ્યા છતાં તેઓ માન્યતા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો