સાવધાન! કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સામે આવી એક ભયંકર બીમારી, એક મહિના પહેલા 1 કેસ હતો, અત્યારે 30 કેસ…
સુરતમાં બાળકોમાં થતી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં ૩૦થી વધુ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અને અન્ય તબીબોને જાગ્રત કરી રહ્યા છે.
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. લોકોને તકેદારી રાખવા તંત્ર અપીલ કરી રહ્યું છે, સાથે જ કોરોનાના લક્ષણો શું હોય છે તે અંગે હવે સૌ કોઈ માહિતગાર છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં એક નવી બીમારી સામે આવી છે. આ બીમારીનું નામ એમ.આઈ.એસ.સી. છે અને તે ખાસ કરીને જન્મથી લઈને 20 વર્ષ સુધીના લોકોને થઇ શકે છે. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે. પરંતુ 1 મહિના અગાઉ આ બીમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો હતો.
જો કે બાળકની સારવાર બાદ તે સ્વસ્થ થઇ ગયું હતું. ત્યારે આ બીમારીને લઈને લોકોને જાગૃત કરવા સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશન આગળ આવ્યું છે. આ એસોસિએશન છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે અને હાલ આ બીમારીને લઈને લોકોને સોશિયલ મીડિયા તેમજ વેબિનાર થકી જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ બીમારીનું પૂરું નામ મલ્ટી સીસ્ટમ ઇન્ફ્રાલામેટરી સીન્ડોમ ઇન ચિલ્ડ્રન છે. આ બીમારીના લક્ષણો શું હોય છે, આ બીમારી બાળકને થાય ત્યારે કેવી રીતે ખબર પડે છે. આ તમામ માહિતી આ એસોસિએશનના તમામ સભ્યો સોશિયલ મીડિયા થકી આપી લોકોને જાગૃત કરી રહ્યા છે.
આજદિન સુધી આ બીમારીના સુરતમાં ૩૦થી વધુ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે આ બીમારી શું છે અને આ બીમારી કેવી રીતે થાય છે તેના લક્ષણ શું છે તે અંગે ડોકટરોનું એસોસિએશન હવે દક્ષિણ ગુજરાતમાં લોકોને જાગૃત કરવાનું ખાસ કામ કરશે. જેમાં ખાસ કરીને તમામ તબીબો સોશિયલ મીડિયામાં પોતાના અને હોસ્પિટલમાં પેજ પર લોકોને આ અંગે માહિતી આપશે અને લોકોને જાગૃત કરશે. જેમાં તબીબો આ બીમારી શું છે, કઈ ઉંમરના બાળકોને આ બીમારી થઇ શકે છે, લક્ષણ શું હોય છે, સારવાર કેવી રીતે લેવી વગેરે સહિતની માહિતી આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

