અંકલેશ્વરમાં પાંચ વર્ષની દીકરીની સાથે દુષ્કર્મ આચરનાર બળાત્કારીને પિતાએ રહેંસી નાખ્યો

અંકલેશ્વર ખાતે બોરભાઠા ગામ ખાતે રહેતી એક પાંચ વર્ષીય બાળકીને (five Years old Raped in Ankleshwar) હવસખોર યુવાને રમવાની લાલચે શૌચાલયમાં લઈ જઇ તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ (Father Killed Rapist of Daughter) યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ દુષ્કર્મીને મોતની સજા મળી પરંતુ કાયદો હાથમાં લેવાઈ જતા ભોગ બનનાર પરિવાર ડબલ મુસીબતમાં મુકાયો છે. એક બાજુ તેમની દીકરી સાથે દુષ્કર્મ થયું બીજી બાજુ પીડિતના પિતાના હાથે દુષ્કર્મીનું મોત થયું આમ, આ સ્થિતિ ગંભીર બની છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાનાં બોરભાઠા ગામ ખાતે પંચાયત ફળિયામાં રહેતી એક પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી દરમિયાન ફળિયામાં જ રહેતો 19 વર્ષીય યુવાન લાલુ રાજૂ બિહારી તેની પાસે આવ્યો હતો અને તેને રમવાના બહાને પટાવી ફોસલાવી મકાનની પાછળ આવે શૌચાલયમાં લઈ ગયો હતો.

આ નરાધમે ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ આરોપીની માતાને થતા આરોપી માતાએ આરોપીને બાળકીના પિતા સોફીદીધો હતો અને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નરાધમ લાલુ રાજૂ બિહારીને લાકડીના સપાટા તેમજ પત્થર વડે માર માર્યો હતો.

ગંભીર રીતે ઇજા પામેલ લાલુ બિહારીને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે આજરોજ સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક લાલુ રાજૂ બિહારી વિરુદ્ધ ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધ્યો છે તો ભોગ બનનાર બાળકીના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ મામલે પીડિત બાળકીની માતાએ જણાવ્યું કે આ છોકરાને અમે નાનપણથી ઓળખીએ છીએ. અમે તેને નાનો મોટો થતા જોયો છે. તે અમારા ઘરે આવ્યો અને અમારી દીકીરી સાથે આવું કરે તે તો સ્વપ્ને પણ વિચારી ન શકાય પરંતુ જ્યારે તે વાડામાંથી નીકળ્યો ત્યારે દીકરીનો રડવાનો અવાજ આવ્યો હતો. જેથી અમે આ છોકરાનો પકડી લીધો હતો. દરમિયાન દીકરીની તપાસ કરતા ખૂન જોવા મળ્યું હતું. જોકે, અમે તેને માર્યો નથી. અમે તેને એ જ્યાં કામ કરતો હતો ત્યાં સોપી દીધો હતો લોકોએ તેને મારતા તેનું મોત થયું છે.

આ મામલે ભરૂચ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરી સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે તેના પિતાએ તેને ઉશ્કેરાઇ જતા લાકડીના ફટકા માર્યા હતા. જેથી લાલુ બિહારીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દુષ્કર્મના આરોપી યુવકનું મોત નીપજ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો