પાલીતાણાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને સામુહિક દુષ્કર્મ આચર્યું..

રાજકોટ, વડોદરા બાદ હવે ભાવનગરના પાલીતાણામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલીતાણા તાલુકાના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના ઈસમોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યું છે, અને આ દુષ્કર્મમાં કિશોરીની માતા પણ સંડોવાયેલી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકના ભૂતિયા ગામે 12 વર્ષની કિશોરી પર પોતાના જ ગામના કેટલાક ઈસમોએ દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ કિશોરીના પિતાએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ કિશોરી પર એક વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ થયાનું પણ પિતાએ ફરિયાદમાં નોંધાવ્યું છે. આ દુષ્કર્મ તેની માતાની હાજરીમાં જ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ સગીરાના પિતાએ કર્યો છે.

પોલીસે પિતાની ફરિયાદના આધારે કિશોરીને મેડિકલ તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ દુષ્કર્મ આચરનાર ત્રણ ઇસમોને પોલીસે ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે, જો કે ભોગ બનનાર સગીરાની માતાની ધરપકડ હજુ બાકી છે તેને શોધવા પોલીસે તપાસ આરંભી છે.

આ ઘટનામાં દુઃખદ બાબત તે ગણી શકાય કે નરાધમોએ તેની માતાની હાજરીમાં જ આ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે, જેથી માતાની સંડોવાયેલી હોવાની શંકા સાથે ફરિયાદમાં તેનું નામ દાખલ કરેલ છે. કળિયુગી જનેતાએ જ પોતાની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ થતું હતું, છતાં અત્યાર સુધી ચૂપ કેમ રહી? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો