એસિડીટીની દવા Ranitidine થી થઇ શકે છે કેન્સર, ડ્રગ કંટ્રોલરે આપી ચેતવણી

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ એસિડીટીની દવા Ranitidine (રેનિટિડિન)ને લઇને ચેતવણી જારી કરતા કહ્યું છે કે એનાથી કેન્સરનું જોખમ છે. દવા બનાવનારી કંપનીઓને તરત એનું ઉત્પાદન રોકવા માટે કહ્યું, ડૉક્ટરોને સલાહ આપી કે દર્દીઓને દવા ના આપે.

ડૉક્ટરોને સલાહ દર્દીઓને ના લખશો આ દવા

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (drug controller general of india) એ એસિડિટી માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા Ranitidine ને લઇને એક ગંભીર ચેતાવણી જારી કરી છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ દવામાં એવા રસાયણ છે જેનાથી કેન્સર થઇ શકે છે. Ranitidine ઓછી કિંમતમાં મળનારી ખૂબ જ જૂની દવા છે. એનાથી અલગ અલગ નામથી ગણી બ્રાન્ડસ બજારમાં મોજૂદ છે. દવાને લઇને જારી કરવામાં આવેલી ચેતાવણી તમામ રાજ્ય સરકારો અને રાજ્ય ડ્રગ કંટ્રોલર્સને પણ મોકલી દેવામાં આવી છે. રાજ્ય સરકારો તરફથી કહેવામાં આવ્યું છે કે એ દર્દીઓની સુરક્ષા માટે સજાગ રહે. સાથે જ દવા નિર્માતા કંપનીઓ સાથે આ માટે વાત કરે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન જે ભારતમાં દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને ક્ષમતાને નિયંત્રિત કરે છે, એમને આ દવાને વિસ્તૉત તપાસ કરવા માટે વિશેષજ્ઞ સમિતિની પાસે મોકલી દીધી છે. હવે આ સમિતિ Ranitidine ની સાથે સાથે અલગ અલગ બ્રાન્ડ નામથી વેચાઇ રહેલી દવાની તપાસ કરશે. જો કે અમેરિકાના USFDA અને યૂરોપના EMA એ આ દવા પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ડ્રગ કંટ્રોલરે લોકોને સજાગ રહેવા માટે કહ્યું છે. સાથે જ આ દવાને લઇને પોતાના ડૉક્ચર પાસેથી સલાહ લેવા માટે કહ્યું છે. ભારતમાં આ દવાનું ઉત્પાદન કરનારી કંપનીઓને તરત એનું ઉત્પાદન રોકવા માટે કહેવામાં આવ્યું છે. ડ્રગ કંટ્રોલરે નિર્દેશ હેઠશ ડૉક્ટરોને એવી સલાહ આપવામાં આવી છે કે એ આ દવાઓને દર્દીઓને આપવાન સલાહ ના આપે.

એસિડીટી ઉપરાંત ઘણી બિમારીઓમાં ઉપયોગ થાય છે Ranitidine

Ranitidine નો ઉપયોગ એસિડીટીની સાથે સાથે આંતરડામાં થનાર અલ્સર, ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ, ઇસોફેગિટિસ, જોલિંગ એલિસન સિન્ડ્રોમ વગેરેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ટેબલેટ અને ઇન્જેક્શન બંને રૂપમાં ઉપલબ્ધ છે.

દવામાં નાઇટ્રોસેમીન હોવાની આશંકા, જે કેન્સર પેદા કરી શકે છે
અમેરિકાના USFDA અને યૂરોપના EMA એ આ દવા પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ એ વાતની શંકા છે કે Ranitidine માં નાઇટ્રોસેમીન નામનું રસાયણ છે, જેનાથી કેન્સર થઇ શકે છે. આ બંને સંસ્થાઓ આ દવાની તપાસ કરી રહી છે. Ranitidine બજારમાં ઘણા નામથી વેચાઇ રહી છે, પરંતુ zantac સૌથી વધારે વિખ્યાત છે.

Ranitidine શેડ્યૂઅલ H હેઠળ છે. એટલે કે એને ખરીદવા માટે ડૉક્ટરની ચિઠ્ઠી જરૂરી છે. એટલે કે જ્યાં સુધી ડૉક્ટર લખીને ના આપે ત્યાં સુધી કોઇ દવાની દુકાન એને તમને કોઇ આપશે નહીં. પરંતુ દેશમાં ઘણી જગ્યા પર આ ડૉક્ટરની ચિઠ્ઠી વગર મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો