દીકરો અને તેની વહુ કોરોનાગ્રસ્ત વૃદ્ધ માને હોસ્પિટલમાં છોડીને ભાગી ગયા. ડોક્ટરો અને નર્સોએ સેવા કરી બચાવ્યા

કોરોના સંક્રમણ કાળમાં એક તરફ જ્યાં સામાજિક-આર્થિક તાણાં-વાણાં સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયા છે, તો પારિવારિક સંબંધો પણ સતત તૂટી રહ્યા છે. આ પ્રકારનો એક દુઃખદ બનાવ ઝારખંડના રાંચીમાં સામે આવ્યો છે. મુશ્કેલીના સમયમાં જન્મ આપનારી માતાને જ દીકરો અને તેની વહુ તેમજ તેની દીકરી અને જમાઈ એકલી મૂકીને ભાગી ગયા. જ્યારે આ મામલો મીડિયામાં ચગ્યો અને વૃદ્ધાની તસવીર છપાઈ તો દીકરો-વહુ અને દીકરી-જમાઈની ઘણી બદનામી થઈ. પછી પરિવારજનો તેમને વૃદ્ધાશ્રમમાંથી પાછા લઈ ગયા.

રાંચીની હોસ્પિટલમાં 29 એપ્રિલે પરિવારજનોએ એક વૃદ્ધાને એડમિટ કરાવી અને પોતાનું નામ-સરનામું ન લખાવ્યું. તે પછી વૃદ્ધાને છોડીને પરિવારજનો ત્યાંથી ભાગી ગયા. જોકે, વૃદ્ધ મહિલા હિંમત ન હાર્યા અને કોરોના સામે ‘જંગ’ જીતી ગયા. પરંતુ વૃદ્ધ મહિલા આ લડાઈમાં જીતીને પણ એકલાં રહી ગયાં. સ્વસ્થ થયા પછી પણ તેમને લેવા કોઈ ન આવ્યું.

જણાવ્યા મુજબ, 2 મેએ મહિલાનો કોરોના રિપોર્ટ કરાયો, જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. તે પછી તેમને રાંચીની સદર હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતાં. જોકે, પરિવારજનો તેમને મૂકી ભાગી ગયા. બાદમાં હોસ્પિટલના ડોક્ટરો અને નર્સો તેમજ અન્ય આરોગ્યકર્મીઓએ તેમની સેવા કરી. તેમની સેવાથી અને પોતાની હિંમતથી વૃદ્ધા ત્રણ જ દિવસમાં સાજા થઈ ગયા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો. પરંતુ, તેમને લેવા માટે કોઈ ન આવ્યું. આ દરમિયાન તે બેડ પરથી ઉભા પણ નહોંતા થઈ શકતા, એવામાં તેમની નિત્ય ક્રિયાથી લઈને દવા-સેવા માટે કોઈ ન હતું.

હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોએ તેમની પૂરી દેખરેખ રાખી. તેમનો બેડ અને બેડશીટ સહિતની વસ્તુઓ સાફ કરી. તેમના વાળ ઓળાવી દેવા, કપડાં બદલી આપવા સહિત ઘણી સેવા નર્સોએ કરી. ઘણા દિવસો સુધી રાહ જોયા પછી પણ કોઈ તેમને લેવા ન આવ્યુ. મહિલા તેલુગૂ ભાષા બોલતી હોવાથી પોતાના અંગે કંઈ જણાવી શકતી ન હતી. તે પછી તંત્રએ તેને ગત બુધવારે નગડી સ્થિત એક વૃદ્ધાશ્રમમમાં મોકલી આપી.
જ્યારે મહિલાની તસવીર મીડિયામાં વાયરલ થઈ, તો સમાજના લોકોએ દીકરા અને જમાઈને તેની જાણ કરી. તેમની ઘણી બદનામી પણ થઈ. તંત્રએ પણ તેમને ઠપકો આપ્યો. આખરે ગુરુવારે તેમના પરિવારજનો વૃદ્ધાશ્રમથી તેમને પાછા ઘરે લઈ આવ્યા.

જાણવા મળ્યા મુજબ, દીકરો અને જમાઈ બંને રેલવે વિભાગમાં કામ કરે છે. આ વૃદ્ધાના પતિ પણ રેલવેમાં જ કામ કરતા હતા. પિતાના નિધન પર રહેમરાહે દીકરાને રેલવેમાં નોકરી મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો