8 વર્ષથી મંદિરની સેવા કરે છે આ વાનર, લોકો કહે છે કે, સાક્ષાત બાલાજીનું રૂપ છે, ‘રામૂ’ ભક્તોને આપે છે આર્શિવાદ

અજમેરમાં બજરંગગઢમાં એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં હનુમાનજીના પ્રાચીન મંદિરમાં કોઇ માણસ નહીં પરંતુ વાનર હનુમાનજીની સેવા પૂજા કરે છે. રામૂ નામનો આ વાનર 8 વર્ષથી હનુમાનજીની સેવા પૂજા કરે છે. તે અહીં ખાઈ, પી અને સૂઈ જાય છે. લોકો એવું પણ કહે છે કે, આ વાનર સાક્ષાત બાલાજીનું રૂપ છે. આ મંદિરની બીજી ખાસ વિશેષતા એ છે કે, આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું મોં ખુલ્લુ છે. ભાવિકોમાં એવી પણ માન્યતા છે કે, અહીં બાલાજીને ધરાવેલો પ્રસાદ સીધો જ તેના મોંમાં જાય છે.

આરતીમાં વગાડે છે ઘંટ-ઝાલર, ભજન સમયે કરે છે નૃત્ય

ભજનના સમયે કરે છે ડાન્સ

મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ સમયે રામૂ શાંતથી પાઠને સાંભળે છે. આરતી સમયે ઘંટી અને ઝાલર વગાડે છે. તે ભજન સમયે ગુલતાન થઇને નાચે પણ છે. તે મંદિર આવતા ભાવિકોના માથા પર હાથ મૂકીને આર્શિવાદ પણ આપે છે. આ સિવાય તે બાકીના ભક્તોની જેમ ખુદ પણ તિલક કરે છે.

ચોકીદાર અને વાનર વચ્ચે પણ ગાઢ સંબંધ

ઓંકાર સિંહ આ મંદિરની ચોકીદારી કરે છે. તેમનું કહેવું છે કે,રામૂથી તેમને બેહદ લગાવ છે. ઓંકાર જણાવે છે કે, 8 વર્ષ પહેલા રામૂ કોઇ મદારી પાસેથી ભાગીને મંદિરમાં આવ્યો હતો. બસ ત્યારથી અહીં જ રહી રહ્યો છે. ઓંકારે જણાવ્યું કે જ્યારે રામૂ આવ્યો ત્યારે તેની તબિયત ખરાબ હતી. તેમણે જ તેમની સેવા કરી હતી. તેનાથી બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થઈ ગયો. હનુમાનજીનું મંદિર અને તેમાં સેવક તરીકે કામ કરતો આ રામૂ વાનર ખરેખર સુંદર સમન્વય છે, જેને લોકો ગૂઢ આધ્યાત્મક સંબંધની દષ્ટિએ નિહાળે છે અને સૌ કોઇ આ રામૂ વાનરના ભક્તિભાવને વંદન કરે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો