અમદાવાદમાં પાગલ પ્રેમીએ હદ કરી દીધી: યુવતીની બીજે સગાઈ થતા પૂર્વ પ્રેમીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યા છે કે તેને પહેલા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ તેની બીજે સગાઈ થઈ જતાં આ યુવકે તેને બ્લેકમેલ કરી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. મુકેશ નામના યુવકે યુવતીના પરિવારજનો ના બીભત્સ ફોટા મોકલવાની ધમકી આપી ૧૦થી ૧૫ લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં યુવતીએ જે યુવક સાથે સગાઈ કરી હતી તેને પણ મેસેજ કરી આ યુવતી સારી નથી તેવું કહી ધમકીઓ આપતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને બે વર્ષ પહેલા ફેસબુક મારફતે એક મુકેશ પરમાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આ બંને ફેસબુક દ્વારા અવારનવાર ચેટ કરતા હતા. બાદમાં આ યુવતી અને મુકેશ અન્ય મિત્રોના ગ્રુપમાં ઓનલાઇન ગેમ રમતા હતા. યુવતી અને મુકેશ અવારનવાર ફેસબુક મેસેન્જર દ્વારા વિડીયો કોલ કરતા અને તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે મુકેશે યુવતીને જણાવ્યું હતું કે, હાલમાં તે કોઈ કામ ધંધો કરતો નથી અને કામ ધંધો શોધી લાવે પછી લગ્ન કરશે. આ પ્રકારની અવારનવાર મુકેશ આ યુવતી સાથે વાતચીત કરતો હતો.

મુકેશ અવારનવાર વિડીયોકોલમાં વાતચીત કરી લગ્ન કરવા બાબતે આ યુવતીને વિશ્વાસમાં લેતો હતો અને ભરોસો આપતો હતો અને બાદમાં કોઈને જાણ નહીં કરું એમ કહી યુવતીની એકલતાનો લાભ લઇ અશ્લીલ હરકત કરાવતો હતો અને તે હરકતોના સ્ક્રીનશોટ આ મુકેશે લઈ લીધા હતા. યુવતીના અશ્લીલ ફોટો પણ તેને લઈ લીધા હતા. બાદમાં મુકેશ ચેટ કરતો હતો અને મુકેશ આ યુવતીને અવાર નવાર પૈસાની જરૂર છે તેની પાસે કામ ધંધો નથી તેમ કહી ઓનલાઇન પૈસા પણ મંગાવતો હતો. જેથી યુવતીએ ટુકડે ટુકડે ૩૫ હજાર જેટલા રૂપિયા મુકેશને આપ્યા હતા.

બાદમાં વર્ષ 2021માં યુવતીની તેના પરિવારજનોએ સગાઈ કરાવી નાખી હતી. યુવતીએ પણ મુકેશને જણાવ્યું હતું કે, તેની સગાઈ થઈ ગઈ છે અને હવે તેની સાથે તે વાતચીત નહીં કરે. જેથી આ મુકેશ યુવતીના અશ્લીલ ફોટો વાળા સ્ક્રીનશોટ મોકલી આપ્યા હતા અને ધમકી આપી કે 10 થી 15 લાખ રૂપિયા નહીં આપે તો આ ફોટો અને વિડીયો વાયરલ કરી તેને બદનામ કરી દેશે. અશ્લીલ ફોટો વાળા પોસ્ટરો છપાવી જાહેરમાં ચિપકાવી દેશે. બાદમાં આ યુવતીના ફિયોન્સીનો પણ નંબર મેળવી મૂકેશે મેસેજ કર્યા હતા કે, આ છોકરી સારી નથી અને લગ્ન પહેલાં તેનું બેકગ્રાઉન્ડ જાણવું પડે તેમ કહી તેના ફોટો મોકલ્યા હતા અને આનાથી પણ ખરાબ ફોટો જોઇતા હોય તો મોકલી આપીશ મુકેશે કહ્યું હતું.

યુવતીના ફિયોન્સે આ અંગે તેના પિતરાઈ ભાઈને જાણ કરતા યુવતીએ સમગ્ર હકીકત જણાવી હતી અને બાદમાં મુકેશે યુવતીની બેન તથા ભત્રીજી તથા ભાભીના નામથી અલગ-અલગ નકલી આઇડી બનાવી તેના પરિવારના સભ્યોને રિક્વેસ્ટ મોકલી અને બાદમાં પૈસાની માગણી કરવા લાગ્યો હતો અને ધમકી આપતો હતો કે, અશ્લીલ ફોટો સગા-સંબંધીઓના ફોનમાં મોકલી દેશે. આમ મુકેશે યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતાં તેણે ૧૦ થી ૧૫ લાખ રૂપિયા માંગી બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલ કરતા યુવતીએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે મુકેશ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો