મારો જમાઈ PSI છે, હમણાં આવશે એમ કહી રોફ જમાવતા સસરાને અસલી પોલીસે ઝડપી લીધા ત્યારે જાણ થઈ કે જમાઈ નકલી PSI છે, પોલીસનું બોગસ ID પણ બનાવડાવ્યું હતું

અમદાવાદના રામોલ પોલીસે વૈભવી કાર લઈને જતા એક શખ્સને શકના આધારે રોક્યો હતો. જેમાં તપાસ કરતા ડ્રાઇવરે કહ્યું, મારા જમાઈ પીએસઆઇ છે હમણાં આવશે અને એક વ્યક્તિ પીએસઆઇની યુનિફોર્મમાં ત્યાં આવ્યો પણ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ તો તે નકલી પોલીસ હોવાની વિગત સામે આવી હતી. આ અંગે રામોલ પોલીસે હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૈભવી કારમાં આવ્યો નકલી પોલીસ

અમદાવાદના રામોલ વિસ્તરમાં એક કાર લઈને વ્યક્તિ પસાર થતો હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, આ વ્યક્તિ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કરે છે. પોલીસે આ કારને રોકીને ડ્રાઇવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેનું નામ કનુભાઈ પટેલ છે તેને પહેલા તો પોલીસને કહી દીધું કે, મારો જમાઈ પીએસઆઇ છે અને હમણાં આવશે. જેથી થોડીવારમાં એક વૈભવી કાર લઈને પીએસઆઇની વર્દીમાં એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો.

PSI તરીકે ઓળખ આપી ને અસલી પોલીસ પહોંચી

તે વ્યક્તિનું નામ જગતસિંહ બીહોલા હતું. તેણે પોતાની ઓળખ પીએસઆઇ તરીકે આપી હતી.પોલીસ ને શંકા જતા સસરા જમાઈને રામોલ પોલીસ સ્ટેશનમાં લવાયા હતાં. જ્યાં પીઆઈ દવે એ તેંમની સઘન પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું કે જગતસિંહ પોતે પીએસઆઇ બનવા માંગતો હતો જે માટે તેણે યુનિફોર્મ સિવડાવ્યો અને નકલી પોલીસનું આઈકાર્ડ પણ બનાવી લીધું હતું. આ વાત બહાર આવતા બન્નેની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો