દૂરદર્શને રામાયણના પ્રત્યેક એપિસોડ માટે આટલી ઓફર કરી હતી, પરંતુ રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબહેને નિ:શુલ્ક દર્શાવવાની ઈચ્છા દર્શાવી
કોરોનાને કારણે ભારત દેશ આખો 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનોબળમાં વધારો થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચરોતરના ઉત્તરસંડાના વતની મુ઼બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલની પુત્રી અને રામાનંદ સાગરની પુત્રવધુ નિશાબહેન સાગરને ફોન કર્યો હતો. વડાપ્રધાને રામાયણ ટી.વી. સિરિયલ દૂરદર્શન પર પુન: પ્રસારિત કરવાની દરખાસ્ત મૂકી હતી. આમ વડાપ્રધાનની ઇચ્છાને માન આપીને નિશાબહેને દૂરદર્શનની એક એપિસોડના રૂપિયા 25 હજાર આપવાની દરખાસ્તનો સવિનય ઇન્કાર કર્યો હતો. રામાયણ સિરિયલ નિ:શુલ્ક બતાવવાની ઇચ્છા વ્યક્ત કરતા આ સિરિયલનો પ્રારંભ થયો હતો.
મુંબઇના પૂર્વ શેરીફ અને રામાનંદ સાગરના વેવાઇ મોહન પટેલ સાથે થયેલી ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે 9 થી 10 અને રાત્રે 9 થી 10 એમ દિવસમાં બે એપિસોડ રામાયણ સિરિયલના દર્શાવવામાં આવ્યાં હતાં. ખૂબ જ પ્રચલિત થયેલી ટીવી સિરિયલ પુન: પ્રસારિત થતા આનંદની લાગણી અનુભવુ છું.આ સિરિયલના પુન: પ્રસારણે સંદર્ભે ડો. પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમારા પરિવાર સાથે વર્ષો જૂનો સંબંધ છે. મારી પુત્રી નિશાબહેનના લગ્ન રામાયણ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગર સાથે થયા છે. નિશાબહેનની મુલાકાત ભૂતકાળમાં વડાપ્રધાન સાથે થઇ ચૂકી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોન નિશાબહેન સાગર પર આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, રામાયણ ટીવી સિરિયલ દૂરદર્શન પર પ્રસારિત કરવી છે. મારી ઇચ્છા છે કે, દેશવાસીઓને રામાયણ બતાવવી છે. મારી ઓફિસમાંથી ફોન આવશે. મારા સેક્રેટરી તમારી સાથે વાત કરશે. આ માટે જે કરવાનું હોય તે કરજો. આમ કહી તેમનો ફોન કટ થઇ ગયો હતો. ત્યારબાદ પીએમઓ ઓફિસ તરફથી સતત ફોલોઅપ લેવાયુ હતું. પીએમઓ અને દૂરદર્શન વચ્ચે સતત વાતચીતનો દૌર જારી રહ્યો હતો.
દૂરદર્શનના અધિકારી તરફથી નિશાબહેન સાગરને પ્રત્યેક એપિસોડના રૂ.25 હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. ત્યારે નિશાબહેને જણાવ્યું હતું કે, કોરોનાને લીધે લોકડાઉનના કપરા કાળમાં મારા સસરા રામાનંદ સાગરની સિરિયલ દર્શાવવાનો પ્રસ્તાવ થયો તે અમારા માટે ગૌરવની વાત છે. સાગર કુટુંબ કોઇપણ રીતે મદદરૂપ થવા તૈયાર છે.
નિશાબહેન સાગર અને તેમના પરિવારના સભ્યોની ટીમે વર્ષો જૂની ટેક્નોલોજીમાં તૈયાર થયેલી રામાયણનું જૂનું વર્ઝન બહાર કાઢ્યું હતું. તેને હાલની નવી અપડેટ ટેક્નોલોજીમાં અપડેટ વર્ઝન બનાવીને પ્રસારિત કરવા માટે પ્રોસેસ કરાયો હતો. જ્યારે બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકેર રામાયણ સિરિયલ દૂરદર્શન પર બતાવવાની જાહેરાત કરી દીધી હતી. આથી એક જ દિવસમાં ત્રણવાર ટેક્નોલોજીનું અપટ્રેડશન કરી દિલ્હી દૂરદર્શનની કચેરીએ સામગ્રી મોકલાઇ હતી. ત્રીજીવારનું વર્ઝન ફાઇનલ થયુ હતું. શુક્રવારે રાત્રે 6 વાગે દૂરદર્શનમાંથી હવે સિરિયલ બતાવીશું. બધું બરાબર છે. તેવો ફોન આવ્યો હતો. જો કે, આખી રાત ઉજાગર કરીને આ કામગીરી કરાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

