સુરતમાં CAA-NRCના સમર્થનમાં 1 કિમી લાંબા તિરંગા સાથે રેલી યોજાઈ, મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા

સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક કિમી લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા.

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી

નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, પથ્થરમારો, આગચંપીની ઘટનાઓ ચાલુ છે, લોકો જીવ ગુમાવી રહ્યાં છે છતાં દેશના અમુક રાજ્યોમાં આ બિલનો વિરોધ ચાલુ રહેતા હવે સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો સીએએ અને એનઆરસીના સમર્થનના બેનરો સાથે જોડાયા હતા. જ્યારે રેલીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીઓ યોજાઈ

દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ, નવસારીમાં પણ સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીઓ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોને સીએએ અને એનઆરસી વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો