રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત: કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતા-પિતા અને પુત્રનું મોત

અમરેલી જિલ્લાના રાજુલામાં (Rajula) એક ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી હતી. રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ (Three Died on the Spot) સભ્યોનાં દુખદ મોત થયા હતા. મૃતદેહો એટલી વિકૃત સ્થિતિમાં હતા કે તેને ઉઠાવવાની પણ કોઈની હિમ્મત થઈ શકતી નહોતી ત્યારે 108ના સ્ટાફની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગત એવી છે કે આજે બપોરના સુમારે રાજુલાના બિસ્માર એવા ચારનાળા રોડ પર એક અકસ્માતની ઘટના ઘટી હતી. મોટર સાયકલ પર સવાર એક પુરૂષ મહિલા અને બાળકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

પ્રાથમિક વિગતો મુજબ મૃતક વ્યક્તિઓ એક પરિવારના જ સભ્યો એટલે કે માતાપિતા અને પુત્ર હતા આમ માતાપિતા અને પુત્ર એકબીજાની નજર સામે કાળનો કોળિયો બની ગયા હતા. બેફામ બનેલા ટ્રકના ગમખ્વાર અકસ્માતે આખા પરિવારને સાફ કરી નાખ્યો હતો.

ઘટનાની જાણ થતા રાજુલા-જાફરાબાદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દોડી આવ્યા હતા. હીરા સોલંકીને જોઈને મૃતકના પરિવારજનોએ હૈયુ હચમચાવી નાખતું આક્રંદ કર્યુ હતું. સોલંકીએ મૃતકોના પરિવારને સાંત્વાના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સોમનાથ-ભાગનર હાઇવેનું ફોર-લેનનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. રાજુલા પંથકના રસ્તાઓ કુખ્યાત છે અહીંયા છાશવારે ટ્રકના અકસ્માતની ઘટનાઓ ઘટે છે ત્યારે નજીકમાં પોર્ટ ઓફ પીપાવાવ હોવાના કારણે હેવી ટ્રાન્સપોર્ટ વ્હિકલનો પણ મોટા પ્રમાણમાં આવરોજાવરો છે. આ સ્થિતિમાં રસ્તાની સ્થિતિ જો આવી જ રહી તો ભવિષ્યમાં પણ આવા અકસ્માતો થવાની શક્યાઓ નકારી શકાતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો